Smartphone થાય છે વારંવાર હેંગ? તો કરો આ સરળ ઉપાય

હાલના સમયમાં નવી નવી એપ્લીકેશનો નિકળી હોવાના કારણે એન્ડ્રોઈડ Smartphone નું હેંગ થવું સામાન્ય થઇ ગયું છે. કેટલીક વખત સ્માર્ટફોન સ્લો થઇ જાય ક્યાં તો હેંગ થઇ જાય છે. જેના કારણે હેરાન પરેશાન થઇ જવાય છે. હેન્ગ થતાં ફોનથી છુટકારો મેળવવા માટે યૂઝર્સ અવનવી તરકીબ અપનાવતા હોય છે. તો કેટલાક યૂઝર્સ ફોનને સર્વિસ સેન્ટર લઇ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફોન વારંવાર હેંગ થવાનું કારણ તમે ખુદ પણ હોઈ શકો છો. તો ચલા આજે અમે તમને જણાવીએ કે હેંગ થતાં smartphone થી છુટકારો મેળવવા તમે શું કરી શકો છો.

1. ફોનમાંથી વધારાની એપ્લીકેશન ડીલીટ કરો
ફોનમાં ગણી વખત કેટલીક એપ્લીકેશન એવી હોય છે જે ફોન સ્ટોરેજને વધારે છે પરંતુ એનો કોઇ ઉપયોગ કરવામાં આવતો નથી. તો એ વધારાની એપ્લીકેશનને ડીલિટ કરી દેવી જોઇએ.

2. ઇન્ટરનલ મેમરીથી એપ્સને મૂવ કરો
સ્માર્ટફોનમાં જે પણ એપ્લીકેશન હોય છે, તેને ઇન્ટરનલ મેમરીમાં જ save કરી શકાય છે. જો ફોનમાં વધારે એપ્લીકેશન હશે, તો ફોનની પ્રોસેસિંગ સ્લો થઇ જાય છે. તેવામાં તમે ફોનમાં હાજર એપ્સને એસડી કાર્ડમાં ટ્રાન્સફર કરી દો. તેનાથી ફોનની પ્રોસેસિંગ ફાસ્ટ થઇ જશે.

3. ગેલેરીને મેનેજ કરો
સામાન્ય રીતે બધાના ફોનમાં ગેલેરી ફોટોસ અને વિડીયોઝથી ભરેલી હોય છે. એવામાં તમારા ફોનની સ્પેસ ખતમ થઇ જાય છે તેમજ એની પ્રોસેસિંગ પણ સ્લો થઇ જાય છે. તો એવા સમયે તમે વિડીયો અને ફોટોઝને ગેલેરીની જગ્યાએ કલાઉડ અને ગૂગલ ફોટોઝ પર સેવ કરી શકો છો.

4. Cache ડીલીટ કરી દો
Cache મેમરીને સીપીયૂ મેમરી પણ કહેવામાં આવે છે. જ્યારે પણ તમે સ્માર્ટફોનનો યૂઝ કરો છો ત્યારે ફોનની Cache મેમરીમાં જરૂરીયાત વગરનો ડેટા ઇન્સ્ટોલ થઇ જાય છે. એવામાં તમારા ફોનથી Cache ડેટાને ડીલીટ કરવી શ્રેષ્ઠ રહેશે. જો Cache ડેટાને ઓછી કરવામાં આવે તો ફોનની મેમરી સ્પેસ ઉપલબ્ધ થઇ જશે. ફોનનું પ્રોસેસિંગ ઝડપી બની જશે.

5. ફેક્ટરી રીસેટ
જો આ બધા પછી પણ તમારો ફોન બરોબર ચાલતો નથી, તો તમે ફોનને ફેક્ટરી રીસેટ કરી દો. ફોનની ઇન્ટરનલ મેમરીને પ્રોત્સાહન વધારવાનો આ છેલ્લો રસ્તો હોય છે, પરંતુ યાદ રાખો કે, ફેક્ટરી ડેટા રીસેટનાં વિકલ્પ પર જતા પહેલા ફોનનાં મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ લઇ લો, કારણ કે ત્યાર બાદ તમારા ફોનનો બધો ડેટા ડીલીટ થઇ જશે.

visit: http://sambhaavnews.com/

You might also like