ઘર પર નેચરલ રીતે તૈયાર કરો આઇશેડો, આઇલાઇનર અને મસ્કરા

0 42

કેટલીક છોકરીઓ ચહેરાની સુંદરતા જાળવી રાખવા ઘર પર બનેલા બ્યૂટી પ્રોડક્ટસ વાપરવાનુ પંસદ કરે છે, કેમકે તેનાથી ત્વચાને કોઇ પણ પ્રકારનુ નુકશાન થતું નથી. તમારા આંખોના મેકઅપ માટે બજારમાં આઇશેડો, આઇલાઇનર અને મસ્કરા વગેરે મળતા હોય છે પરંતુ જ્યારે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તમને ખબર નથી હોતી કે આ વસ્તુ આપણે આપણા ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ. આજે અમે તમને આ બ્યૂટી પ્રોડક્ટસ કેવી રીતે ઘરે બનાવી શકીએ અને તેના ઉપયોગ કરવાથી તમારી આંખોને કોઇપણ પ્રકારનું નુકસાન થતું નથી.

1.આઇશૈડો બનાવાની રીતઃ
ઘરે આઇશૈડો બનાવા માટે એક વાટકીમાં 1/4 ટીસ્પૂન આરાનો લોટ લેવો અને તેમાં તમને જે કલર પસંદ હોય તે કલરનો શેડવાળો પાવડર સારી રીતે મિક્સ કરો. હવે આમાં 1/4 ટીસ્પૂન શિઆ બટરને એડ કરીને ક્રીમી થાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો.

2.આઇલાઇનર બનાવાની રીતઃ
આઇલાઇનર બનાવા માટે એક વાટકીમાં 3 ટેબલસ્પૂન નારિયેલ તેલ અને શિઆ બટર લો. બ્લેક શેડ માટે એમાં 1/2 ટીસ્પૂન ચારકોલ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. જો તમને બાઉન શેડ બનાવા માટે ચારકોલ પાવડરની જગ્યા પર કોકો પાવડરનો ઉપયોગ કરી શકો.

3.મસ્કરા બનાવાની રીતઃ
મસ્કરા બનાવા માટે પેનમાં 2 ટીસ્પૂન નારિયેળ તેલ, 4ટીસ્પૂન એલોવેરા જેલ અને 1ટીસ્પૂન કદુકસ કરેલુ બીજ્વૈક્સ લઇને ધીમા ગેસ પર શેકો. ત્યાં સુધી શેકો જ્યાં સુધી બીજ્વૈક્સ પુરી રીતે પીગળી ના જાય. હવે એમાં તમારી પસંદ પ્રમાણે કોકો પાવડર કે 1-2 સક્રિયકૃત ચાર્કો કેપ્સ્યૂલ્સ નાખી સારીરીતે સેકી લો. હવે તેને ગેસથી દૂર કરો અને મસ્કરાને બાટલીમાં ભરી લો અને તેનુ ઢાંકણુ કસીને બંધ કરો કારણ કે તે ઝડપથી સુકાઈ જાય છે.

loading...

Leave A Reply

Your email address will not be published.