CBSE સ્કૂલોમાં વિન્ટર વેકેશન પહેલાં પ્રી-બોર્ડ એક્ઝામ યોજાશે

અમદાવાદ: CBSE સંબંધિત સ્કૂલોમાં વિન્ટર વેકેશન પહેલાં પ્રી-બોર્ડ એક્ઝામ યોજાશે. આ પ્રક્રિયા શહેરની કેન્દ્રીય વિદ્યાલયોમાં પણ થશે. વિન્ટર વેકેશન પહેલાં ધો.૧ર બોર્ડમાં સામેલ થવાવાળા પાર્ટિસિપન્ટ્સ માટે પ્રી-બોર્ડ એક્ઝામ લેવામાં આવશે, જ્યારે અન્ય ક્લાસ માટે પીરિયોડિક ટેસ્ટ લેવામાં આવશે.

ત્યારબાદ ૮ દિવસથી લઇને ર૦ દિવસ સુધીનું વેકેશન આપવામાં આવશે, જેમાં શહેરની કેન્દ્રીય વિદ્યાલયોમાં ર૦ દિવસની રજાઓ ર૩ ડિસેમ્બરથી શરૂ થઇને ૧ર જાન્યુઆરી સુધી રહેશે, જેની સાથે સીબીએસઇ સ્કૂલોમાં ર૪ ડિસેમ્બરથી લઇ ૩૧ ડિસેમ્બર સુધી વિન્ટર વેકેશન રહેશે.

કેન્દ્રીય વિદ્યાલયમાં વિન્ટર વેકેશન બાદ ધો.૧રના વિદ્યાર્થીઓ માટે સેકન્ડ પ્રી-બોર્ડ પણ હશે, જેમાં તેમના ફાઇનલ પર્ફોર્મન્સને જોવામાં આવશે, જેનું કારણ છે કે વર્ષે કેન્દ્રીય વિદ્યાલયોનું ફોકસ બેક ટુ બેઝિક્સ તથા બોર્ડના રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવાનું છે, ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું પર્ફોર્મન્સ સારું નહીં હોય તેમના માટે વિશેષ વર્ગ યોજાશે.

બોર્ડ એક્ઝામમાં સામેલ થનારા નબળા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ વર્ગનું આયોજન કરવામાં આવશે. સ્કૂલો તરફથી પહેલાં બોર્ડ એક્ઝામના રિઝલ્ટમાં સુધારો લાવવા માટે આ આયોજન કરાશે. સ્પેશિયલ ક્લાસમાં સબ્જેક્ટ એક્સ્પર્ટ વિદ્યાર્થીઓની સમસ્યાઓનું સમાધાન કરાશે, જેમાં વિદ્યાર્થીઓને સંબંધિત ટોપિક્સ અંગે નોલેજ થશે.  ં

You might also like