હવે ટૂંક સમયમાં પીપીએફ જેવી તમામ યોજનાઓ બચતખાતામાં ફેરવાઈ જશે

0 58

નવી દિલ્હી, શનિવાર
કેન્દ્ર સરકાર પીપીએફ જેવી તમામ નાની યોજનાઓ માટે એક સમાન વ્યવસ્થા તંત્ર ગોઠવનાર છે. નાણાં વિધેયક ર૦૧૮ અનુસાર પીપીએફ એકટ-૧૯૬૮ નાબૂદ કરી દેવામાં આવશે અને સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી ૧૦ મુખ્ય બચત યોજનાઓનાં ખાતાં હવે બચત ખાતાંઓમાં તબદિલ કરી દેવામાં આવશે.

પીપીએફ એકટ સમાપ્ત થઇ ગયા બાદ એ લોકોને વધુ વ્યાજનો લાભ નહીં મળે જેઓ તેમાં નવું રોકાણ કરશે. તમામ નવા રોકાણ હવે ગવર્નમેન્ટ સેવિંગ્સ બેન્ક એકટ ૧૮૭૩ મુજબ થશે.

જોકે જેમણે નાણાં વિધેયક-ર૦૧૮ લાગુ થયા પહેલાં રોકાણ કર્યું હતું તેમને વધુ વ્યાજનો લાભ મળતો રહેશે. નવી વ્યવસ્થા ત્યારે અમલી બની શકશે જ્યારે સંસદમાં આ વિધેયક પાસ થઇ જશે.

પીપીએફ એકટ નાબૂદ થવાથી જે યોજનાઓ પર અસર થશે તેમાં પોસ્ટ ઓફિસના બચત ખાતાં, નેશનલ સેવિંગ્સ મંથલી ઇન્કમ, નેશનલ સેવિંગ્સ આરડી એકાઉન્ટ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, નેશનલ સેવિંગ્સ ટાઇમ ડિપોઝિટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, એનએસસી, પીપીએફ અને કિસાન વિકાસ પત્રનો સમાવેશ થાય છે.

પીપીએફ ખાતા ટાંચમાં લઇ શકાશે
નાણાં વિધેયકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ યોજનાઓના વર્તમાન માળખામાં કોઇ બદલાવ કરવામાં આવશે નહીં, પરંતુ એક મોટું નુકસાન એ થશે કે પીપીએફ ખાતાં હાલ જે કોર્ટ દ્વારા થતી જપ્તીથી મુકત છે તે નવી વ્યવસ્થા લાગુ પડવાથી આ સુવિધા બંધ થઇ જશે અને પીપીએફ ખાતા પણ ટાંચમાં લઇ શકાશે.

loading...

Leave A Reply

Your email address will not be published.