VIDEO: પોરબંદરનાં પોલીસ કોન્સ્ટેબલની ઓડિયો ક્લિપ વાઇરલ, મહેર સમાજ વિરુદ્ધ કરી અભદ્ર ટિપ્પણી

પોરબંદર: શહેરમાં વધુ એક પોલીસ કર્મચારીની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મુકેશ મેવાડાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લીપમાં મુકેશ મેવાડા મહેર સમાજના વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ ઓડિયો ક્લીપમાં મુકેશ મેવાડા આરોપી પાસેથી નાણાંકીય વહીવટમાં સમાજના વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે. આ ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ SP શોભા ભૂતળાએ કોન્સ્ટેબલની બદલી કરી છે.

મહત્વનું છે કે, આ પહેલા પણ મુકેશ મેવાડા પર ઘરમાં ઘુસીને મહિલાને માર મારવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે હવે નાણાકીય વહીવટમાં સમાજ વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે.

કોન્સ્ટેબલનું `કારસ્તાન’:
અજ્ઞાત: એમ કહું કે તમારે વાત થઇ ગઇને વિજય સાથે?
કોન્સ્ટેબલ: હા, ઇ વાત થઇ ગઇ છે
હવે કાલે આપણે શું કરવાનું છે. ઓલા ભાઇની પાછી અરજી લઇ આ લોકોની #@#@# નાંખવાની છે
અજ્ઞાત: એને ના તો પડાય નહીં ને? કે હવે નો જાતો એમ તો કહેવાય નહીં?
કોન્સ્ટેબલ : ક્યાં ન જાતો… હા, એ ને કહી દેવાનું કે ત્યાં જાતો નહીં.. નહીંતર તારી #@#@#. કાલ કે પરમદી હું નોકરીએ જઇને #@#@# કરી નાંખીશ. નહીંતર ઓલી બાઇની અરજી લઇને આ બધાને #@#@# કરી દઇશ અને હવે તો ભાઠા પણ આપવા છે આ ત્રણે ત્રણને.
અજ્ઞાત: તે દી આ બચી ગ્યોને ઇ નડ્યું આપણને.
કોન્સ્ટેબલ: તેદી બચી ગ્યોને એ મોટી તકલીફ. હવે આ એવું માને છે કે કોઇનું કાંઇ નહીં થાય. હવે આ #@#@# જાત છે. આને મરાય જ.
અજ્ઞાતઃ પાક્કુ હાલો..,પાક્કું પાક્કું. હવે એને કહી દઇએ જો તું ત્યાં ગ્યો તો #@#@#.
કોન્સ્ટેબલ: એને કહીં જ દ્યો..,હું તૈયાર જ છું.. એને કહી જ દ્યો
અજ્ઞાતઃ પાક્કું પાક્કું.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

21 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

21 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

21 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

21 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

21 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

21 hours ago