‘સફર’ના અભ્યાસ મુજબ ક્લીન એર કેમ્પેનની અસર, દિલ્હીમાં પ્રદૂષણ ઘટ્યું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની પહેલ પર દિલ્હીમાં ચાલી રહેલા ક્લિન એર કેમ્પેઈનથી દિલ્હીનું હવામાન ઘણું સ્વચ્છ થયું છે. ૧૦થી ૨૩ ફેબ્રુઆરી સુધી ચાલી રહેલા આ કેમ્પેઈનનો અત્યાર સુધીનો અભ્યાસ સફર (સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચે)એ કર્યું છે. આ મુજબ કેમ્પેઈનની અસરના કારણે દિલ્હીમાં પહેલાની સરખામણીમાં પ્રદૂષણ ખૂબ જ ઘટ્યું છે. ખાસ કરીને પીએમ ૨.૫ના સ્તરમાં પાંચથી ૪૫ એમજીસીએમનો ઘટાડો થયો છે.

કેમ્પેઈન હેઠળ પ્રદૂષણ ફેલાવનાર લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવશે. આ કામમાં ૭૦ જેટલી ટીમોને લગાવવામાં આવી છે. દિલ્હી પોલીસ, ડીપીસીસી, સીપીસીબી વગેરે મળીને સમગ્ર કાર્યવાહીને અંજામ આપશે. રોજ આ ટીમ ૧૭૦થી ૩૧૦ની આસપાસ ચલણ ફાડે છે.

સૌથી વધુ ચલણ મંગળવારે અપાયાં. તેમાં સૌથી વધુ કન્સ્ટ્રકશન અને ડિમોલેશનની ગતિવિધિઓ માટે આપવામાં આવ્યાં. આ ઉપરાંત ગાડીઓમાંથી ધુમાડો નીકળવાના કેસમાં રોજ ૫૦થી ૭૦ ચલણ ફાડવામાં આવે છે. જાગૃતિ કેમ્પેઈન પણ ચાલી રહ્યું છે.

આ અભ્યાસ મુજબ ૯ ફેબ્રુઆરીએ પૂર્વ અનુમાન મુજબ પીએમ ૨.૫નું સ્તર ૧૪૦ એમજીસીએમએ રહેવાનું હતું, પરંતુ માત્ર ૧૩૫ જ થયું. ૧૦ ફેબ્રુઆરીએ ૧૫૦ એમજીસીએમનું પૂર્વાનુમાન હતું, પરંતુ આ દિવસે પણ પીએમ ૨.૫નું સ્તર ૧૩૫ રહ્યું. સૌથી વધુ કમી ૧૧ ફેબ્રુઆરીએ રહી. આ િદવસે પીએમ ૨.૫ માટે ૧૪૫નું પૂર્વાનુમાન હતું, પરંતુ તે માત્ર ૧૦૦ એમજીસીએમ રહ્યું.

૧૨ ફેબ્રુઆરીના રોજ ૯૫ની સરખામણીમાં ૫૦, ૨૪ ફેબ્રુઆરીએ ૭૦ના બદલે ૬૫, ૧૫ ફેબ્રુઆરીએ ૯૦ને બદલે ૭૫, ૧૭ ફેબ્રુઆરીએ ૧૦૦ના બદલે ૮૭, ૧૦૫ને બદલે ૯૦ એમજીસીએમ પીએમ ૨.૫નું સ્તર રહ્યું. આખા અઠવાડિયા દરમિયાન પૂર્વ અનુમાનની સરખામણીમાં અત્યાર સુધી બે િદવસે પીએમ ૨.૫નું સ્તર વધુ રહ્યું છે.

You might also like