PM ના સંબોધન પર અલગ અલગ રાજનીતિક દળોએ આપી આવી પ્રતિક્રિયા

નવી દિલ્હી: નવા વર્ષની સાંજે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના નામ સંબોધન પર અલગ અલગ રાજનીતિક દળોએ પ્રતિક્રિયા આપી છે. સત્તાધારી પક્ષ અને એમના અધિકારીઓએ પીએમની જાહેરાતોને નવા વર્ષની ભેટ જણાવી તો બીજી બાજુ વિપક્ષના લોકોએ એને જનતાની આશાઓ નિષ્પળ અને પાયા વિહોણાના કરાર આપ્યો.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલએ પ્રધાનમંત્રી પર પ્રહાર કરતાં કહ્યું કે નોટબંધી બાદ દેશની પ્રજાને જે સમસ્યા થઇ રહી છે એની પર પ્રધાનમંત્રીએ સંવેદના જાહેર કરતાં એક શબ્દ પણ કહ્યો નહીં. તેમણે કહ્યું દેશની પ્રજાને જે વાયદાઓ કર્યા હતાં એ હજુ પણ પૂરા થયા નથી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે કહ્યું કે પ્રધાનમંત્રીએ ગરીબોના સારા ભવિષ્યો માટેની યોજાનાઓની જાહેરાત કરી છે. એનાથી મધ્યમ અને ગરીબ પરિવારના લોકોનું સારું થશે. તેમણે કહ્યું કે યુવા પેઢીના બવિષ્ય માટે આપણે બધાએ સાથે મળીને દેશમાંથી કાળુનાણું અને ભ્રષ્ટાચારને ખતમ કરવો પડશે.

સીપીએમ નેતા સીતારામ યેચુરીએ પીએમના સંબોધનને બજેટ ભાષણ જણાવ્યું, તેમનું ભાષણ પ્રવચન જેવું હતું. એમાં જનતાની પરેશાનીઓ દૂર થાય એવી કોઇ વાત કરવામાં આવી નહતી.


કેન્દ્ર સરકારમાં મંત્રી અનુપ્રિયા પટેલે પીએમના ભાષણને દેશની પ્રજા માટે નવા વર્ષની ભેટ કહી છે. પટેલે કહ્યું કે ગર્ભવતી મહિલાઓ માટે પ્રધાનમંત્રીએ જે જાહેરાત કરી છે એનાથી મહિલાઓને ખૂબ જ મદદ મળશે. વિપક્ષ પર પ્રહાર કરતાં પટેલે જણાવ્યું કે એમની પાસે વિરોધ કર્યા વગર કંઇ કામ નથી.

જેડીયૂ નેતા શરદ યાદવએ કહ્યું કે દેશની પ્રજા પ્રધાનમંત્રી પાસેથી કાળાનાણાં અને જપ્ત કરેલી રકમ માટે જાણવા માંગતી હતી. અને નોટબંધીના કારણે થઇ રહેલી સમસ્યાઓથી ત્યારે મુક્તિ મળશે એ પૂછવા માંગતી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફણનવીસએ પ્રધાનમંત્રીને સંબોધન માટે શુભેચ્છા આપતાં કહ્યું કે પીએમ મોદીએ ગરીબ, મધ્યમ વર્ગના અને ખેડૂતો માટે નવા વર્ષની ભેટ આપી છે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે દેશની જનતા ભાજપને એટલી નફરત થવા લાગી છે કે આગળના 20 વર્ષ સુધી કોઇ પણ ભાજપને વોટ આપશે નહીં. તેમણે મોદીના ભાષણને કંટાળાજનક કહ્યું.


કોંગ્રેસ નેતા અહમદ પટેલે પ્રધાનમંત્રી મોદીના ભાષણને દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યું. તેમણે કહ્યું કે ભાષણમાં અમારી પાંચ માંગણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નહતો. રોકડની સમસ્યાઓથી જનતાને ક્યારે કૉરાહત મળશે એ પણ કહેવામાં આવયું નહતું.

પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસી નેતા મમતા બેનર્જીએ પ્રધાનમંત્રીના ભાષણને પાયાવિહોણી અને અસંવેદનશીલ કહ્યું. તેમણે કહ્યું કે લાઇનમાં 112 થી વધારે મૃત્યુ પર પીએમએ એક શબ્દ કહ્યો નહીં.

આરજેડી સુપ્રીમ લાલૂ યાદવે કહ્યું કે દેશ સોમવારે ફરીથી લાઇનમાં ઊભો રહેશે, તેમણે કહ્યું કે આજનું કંટાળાજનક ભાષણ સબૂત છે કે પીએમ મોદીએ પણ નોટબંધીને નિષ્ફળ માની લીધી છે.

You might also like