Categories: Gujarat

કામરેજ પોલીસે હાર્દિકના એક દિવસના રિમાન્ડ મેળવ્યા

સુરત : કામરેજ હાઇવે ચક્કાજામના ગુનામાં સંડોવાયેલા પાટીદાર આગેવાન અને રાજદ્રોહના ગુનાના આરોપી હાર્દિક પટેલને કામરેજ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કઠોર કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, રિમાન્ડ અરજી પર સરકાર અને બચાવ પક્ષ અને સરકારીની મોડી બપોરે દલીલ પુરી થઇ હતી. જેમાં એક દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કર્યા હતા.

કામરેજ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હાર્દિક પટેલની રાજકોટ પોલીસે ગત તા.૧૮મી ઓક્ટોબર-૨૦૧૫ના રોજ ધરપકડ કર્યા બાદ કામરેજ હાઇવે ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની કન્વીનર અલ્પેશ કથિરીયાએ હાઇવે પર ચક્કાજામ કર્યા હતા.

ત્યારબાદ સરકારી -અધ સરકારી મિલકતોની તોડફોડ કરી નુકસાન પણ પહોંચાડ્યુ હતું. કામરેજ પોલીસ મથકમાં ડાયોટીંગ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટનો ગુનો દાખલ કરી હાર્દિક પટેલની ધરપકડ કરી કઠોર કોર્ટમાં રજૂ કર્યા હતા.

Navin Sharma

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

1 day ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

1 day ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

1 day ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

1 day ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

1 day ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

1 day ago