માટીની નીચે દબાવેલો હતો દારૂ, પોલીસે ઝડપી કાઢ્યા 2 શખ્સોને

બનાસકાંઠામાંથી ફરીથી એક વખત દારૂ ઝડપાયો છે. થરાદની ખોડા ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારુનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. LCB પોલીસે મળેલી માહિતી મુજબ કાર્યવાહી કરતા આ દારૂ ઝડપાયો હતો.

એલસીબી પોલીસે કાર્યવાહીમાં ટ્રકને રોક્યો હતો, જેમાંથી પોલીસે 462 પેટીમાં 8916 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોની ધરપકડ પણ કરી છે.

જો કે ચેકપોસ્ટ પરથી દારૂ પકડવો કોઈ નવી બાબત નથી. જો કે આ વખતે બુટલેગરોએ પોલીસની કાર્યવાહીથી બચવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. જો કે પોલીસે બુટલેગરોની નવી મોડ્સ ઓપરેન્ડીનો પણ પર્દાફાશ કરી દીધો છે અને બુટલેગરોને નિષ્ફળ બનાવ્યા છે.

ગુજરાતમાં દારૂ લાવવા માટે શાતિર શખ્સોએ ટ્રકમાં માટી ભરી હતી અને માટીની નીચે દારૂ છુપાવ્યો હતો. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો પણ પોલીસે કર્યો છે. જો કે દારૂ ગુજરાતમાં ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તે મુદ્દે પોલીસે જાણ કરી નથી. પોલીસ આ મામલે પૂછપરછ કરી રહી છે.

You might also like