Ahmedabad: વાડજમાં પાણીના કકળાટમાં હત્યાનો મામલો, પોલીસે 2 આરોપી શખસની કરી ધરપકડ

અમદાવાદના વાડજ ગણેશનગર પાસે ડશમ્પગ સાઈટ પર મહેશ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. હત્યાના મુખ્ય આરોપીઓ હજુ સુધી નહીં પકડાતાં મૃતકના પરિવારજનોએ વાડજ પોલીસ મથકે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. મૃતકના પરિવારજનોએ આરોપીઓને તાત્કાલિક પકડીને ન્યાયની માગણી કરી હતી.

પોલીસે આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી. પોલીસ તરફથી આરોપઓની ધરપકડની પોલીસ તરફથી ખાતરી મળતાં મામલો થાળે પડયો હતો.

અમદાવાદના વાડજમાં શુક્રવારે થયેલી હત્યાના કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર હોવાથી મૃતકના પરિવારજનોમાં રોષ છે. મૃતકના પરિવારજનોની માગ છે કે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવે.

મૃતકના પરિવારજનોએ મુખ્ય આરોપીને ઝડપી લેવાની માગ સાથે એક રેલી યોજી હતી. અને પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે ખેતરમાં ગટરના પાણી આવતું હોવાથી મૃતકની થોડા દિવસ પહેલા બોલાચાલી થઇ હતી. જે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઇને 4 શખ્સોએ હુમલો કરી દેતા યુવકની હત્યા કરવામાં આવી હતી.

વાડજમાં પાણીના કકળાટ મામલે હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે હજી સુધી મુખ્ય આરોપીને પોલીસ પકડી શકી નથી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય આરોપીને પકડવાની માગ સાથે મૃતકના પરિવાજનો સહિતના લોકોએ રેલી યોજી હતી. પરિવારના સભ્યો સહિતના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

You might also like