Categories: Vadodara Gujarat

વડોદરામાંથી જુગારધામ ઝડપાયું, મુદ્દામાલ સાથે 19 લોકોની ધરપકડ

વડોદરા ક્રાઈમબ્રાંચે શહેરમાંથી ફરીથી એક જુગારધામને ઝડપી કાઢ્યું છે. વડોદરા શહેરના નવાપુરા મહેબુબપુરા પાસેથી પોલીસે આ જુગારધામને ઝડપી પાડયું છે. પોલીસ દ્વારા જુગારધામમાં રમતા 19 જેટલા જુગારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

ઉપરાંત પોલીસે રૂપિયા 50 હજારની રોકડ સહિત કુલ 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ જુગારધામ કુખ્યાત અસ્લમ બોડિયો અને તેના ભાઈ અસગર ચલાવી રહ્યા હતા. જો કે અસ્લમ ફરાર છે અને પોલીસે અસ્લમ બોડિયાને વોન્ટેડ પણ જાહેર કર્યો છે.

પોલીસે માહિતીના આધારે જુગારધામ પર રેડ પાડી હતી અને ત્યાં 19 લોકો જુગાર રમી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ વડોદરા પોલીસે સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરમાંથી હાઇપ્રોફાઇલ પોકર ગેમ જુગારધામ ઝડપી કાઢ્યું હતું. પોલીસે આ જુગારધામમાંથી 20 લોકોની ધરપકડ કરી હતી.

Navin Sharma

Recent Posts

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

24 mins ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

2 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

3 hours ago

“લવરાત્રિ” ફિલ્મનું નામ બદલી “લવયાત્રિ” કરાતા શિવસેનાનાં કાર્યકરોની ઉજવણી

વડોદરાઃ સલમાન ખાનની લવરાત્રિ ફિલ્મનાં નામને લઈને છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મનું નામ બદલીને…

4 hours ago

INDvsPAK: દુબઇમાં બે દેશો વચ્ચે મેદાન-એ-જંગ, પાકિસ્તાને ટોસ જીતી બેટિંગનો કર્યો નિર્ણય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાનની વચ્ચે પાંચમો અને રોમાંચક મુકાબલો દુબઇમાં થવા જઇ રહ્યો છે. મેચ પહેલા…

4 hours ago

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

5 hours ago