S.G. હાઇવેની ક્લબમાં પોકર પર જુગાર, વિદેશી યુવતીઓ પણ ઝડપાઇ

અમદાવાદઃ અમદાવાદમાં ક્લબમાં જુગાર રમતા 20 લોકો ઝડપાયા છે. એસજી હાઇવે પર આવેલી હેડક્વાર્ટર ક્લબ ખાતે પોકર પર જુગાર રમાઇ રહ્યો હતો. આ ક્લબનો સંચાલક ટેલિવુડમાં કામ કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી છે. આ પહેલા પોકર પર જુગાર રમાડવાની ઘટના સુરતમાં સામે આવી ચૂકી છે.

શહેરના એસજી હાઇવે પર હેડક્વાર્ટર નામની હોટલ આવેલી છે, જ્યાં પહેલા હોટલ અને હુક્કાબાર ચાલતું હતું . ત્યાર બાદ અહીં જુગાર ક્લબ શરૂ કરાઇ હતી. શહેરની હાઈફાઈ હોટલ અને ક્લબોમાં પોકર ગેમના બહાને જુગાર રમાતો હોવાની બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસે હેડક્વાટર ક્લબમાં દરોડા પાડી 20 લોકોની ધરપકડ કરી. રમાડનાર મેનેજર અને સંચાલક વસીમ રોઝાનીની પણ ધરપકડ કરવામા આવી છે. પોલીસે રોકડ , મોબાઈલ અને વાહનો મળી લાખા રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ આ મામલે તપાસ શરૂ કરી છે. જુગાર રમતી વિદેશી યુવતીઓની પણ ઘરપકડ કરવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like