Categories: Gujarat

‘પોકેમોન ગો’ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવામાં ડ્રોઈડજેક વાઈરસનો ખતરો!

અમદાવાદ: અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિશ્વના ટીનેજરો અને યુવાનોમાં પોકેમોન ગો નામની ગેમે ભારે ક્રેઝ ઊભો કર્યો છે. જોકે હજુ તેને ગૂગલ પ્લે સ્ટોર, એપલ એપ સ્ટોર અને વિન્ડો સ્ટોર પર લોન્ચ કરવામાં અાવી નથી. જેના કારણે અમદાવાદ સહિત દેશભરના યુવાનો દ્વારા યેનકેન પ્રકારે ‍અનઅોફિશિયલ રીતે અા ગેમને ડાઉનલોડ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

અનઅોફિશિયલ રીતે ડાઉનલોડ કરાયેલી ગેમની એપીકે ફાઈલમાં વાઇરસ હોવાથી મોબાઈલધારકોને ભારે અને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. જેથી અા ગેમને ડાઉનલોડ કરી હોય તો તેને તાકીદે દૂર કરવી જોઈએ, તેમ અાઈટીના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.દેશ-વિદેશના ટીનેજરો અને યુવાનોમાં જબરદસ્ત ક્રેઝ ઊભો કરનારી પોકેમોન ગો નામની ગેમ એક અોગુમેન્ટેટ રિયાલિટી એપ છે, જે કેમેરા અને જીપીએસ દ્વારા કામ કરે છે. જેમાં પોકેમોન નામના વર્ચ્યુઅલ ક્રિયેચરને પકડવાનું હોય છે, જે ડિવાઇસના કેમેરામાં દેખાય છે.

અા ગેમના પાત્રના સ્થાને મોબાઈલધારક પોતે હોય તે રીતે રિયલ જિંદગીમાં વર્તન કરે છે. અા પોકેમોન ગો ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર ઉપર અમેરિકા, જાપાન, અોસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સ, ન્યૂઝીલેન્ડ, બ્રિટન અને જર્મનીમાં ઉપલબ્ધ છે. જ્યારે અા ગેમ બનાવનાર કંપની દ્વારા અાગામી ટૂંક સમયમાં ભારત, સિંગાપોર, તાઈવાન અને ઈન્ડોનેશિયા જેવા એશિયન દેશોમાં લોન્ચ કરવામાં અાવનાર છે ત્યારે અમદાવાદના યુવાનોમાં પણ અા ગેમે ભારે ક્રેઝ ઊભો કર્યો છે. જેથી અમદાવાદના ટીનેજરો અને યુવાનો દ્વારા અા ગેમને અનઅોફિશિયલ રીતે ડાઉનલોડ કરીને રિવરફ્રન્ટ, કાંકરિયા જેવા હોટસ્પોટ રમતા જોવા મળી રહ્યા છે.

અા અંગે અાઈ.ટી.ના જાણકાર અને હેકર રવિ રાજપૂતે જણાવ્યું હતું કે અનઅોફિશિયલી અા ગેમ ડાઉનલોડ કરવાથી મોબાઈલમાં ડ્રોઈડજેક માલવેર નામનો ખતરનાક વાઇરસ ઘૂસી જાય છે અને જેના કારણે તમારો મોબાઈલ ફોન હેક થઈ શકે છે અને મોબાઈલના ડેટા, ફોટા સહિતની ઉપયોગી વસ્તુઅોનો દુરુપયોગ થઈ શકે છે. અાથી મોબાઈલ ધારકોએ અા ગેમ સત્તાવાર રીતે લોન્ચ થયા બાદ જ ડાઉનલોડ કરી જોઈએ.

એન્ડ્રોઈડ વાઇરસ મોબાઈલમાં ફાઈલ ક્રિએટ કરી શકે છે. ફોલ્ડરમાં રહેલી ફાઈલને ડિલીટ કરી શકે છે, વાંચી શકે છે અને તેનો મેસેજ પણ કરી શકે છે તેવી જ રીતે મોબાઈલમાં રહેલા ફોન નંબર અને કોલ લોગનો દુરુપયોગ થઈ શકે છે. તમારી પરવાનગી અને જાણ વિના તમારા મોબાઈલમાંથી પિક્ચર, વીડિયોને લઇ શકાય છે. અા ઉપરાંત તમારા જીપીએસ લોકેશન, ડિવાઈસની
માહિતી અને એપ્સની વિગતો લઇ શકે છે.

અા ગેમના કારણે વિશ્વમાં છ વ્યક્તિનાં મોત નીપજ્યાં
સૂત્રોએ જણાવ્યું હતું કે અા પોકેમોન ગો ગેમના ક્રેઝના કારણે વિશ્વમાં છ વ્યક્તિના મોત નિપજ્યા છે, કારણ કે મોબાઈલધારક ગેમમાં એટલો મશગૂલ થઈ જાય છે કે તે પોતાને ગેમનું પાત્ર માની લે છે અને તેને રિયલ જિંદગીની અાસપાસની કશી માહિતી નથી રહેતી. એક યુવતી ગેમ રમતાં રમતાં નદીમાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું.

divyesh

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

9 hours ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

10 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

11 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

12 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

13 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

14 hours ago