Categories: India

PoKની જમીન માટે ભાડું વસૂલવાના કૌભાંડમાં સીબીઆઇની તપાસ શરૂ

નવી દિલ્હી: ભારતીય સેના દ્વારા પાક. હસ્તકના કાશ્મીર (પીઓકે)માં જમીન ભાડાપટ્ટે આપવામાં આવતી હતી એ જાણીને તમને કદાચ આશ્ચર્ય થશે. વાસ્તવમાં આ એક સાચી હકીકત છે અને સીબીઆઇએ તેની તપાસ પણ શરૂ કરી દીધી છે.

સીબીઆઇના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ છેલ્લાં ૧૬ વર્ષથી પીઓકે સ્થિત જમીનના ચાર પ્લોટ ભાડે આપ્યા હતા. સીબીઆઇના અધિકારીઓ હવે એ તપાસ કરી રહ્યા છે કે આ જમીનના પ્લોટ પર જે ભાડું મળતું હતું તે આખરે કોના ખિસ્સામાં જતું હતું અને કોના કહેવા પર જમીનના આ પ્લોટ ભાડે અપાયા હતા.

સીબીઆઇની એફઆઇઆર અનુસાર વર્ષ ર૦૦૦માં ઉપ વિભાગીય સંરક્ષણ એસ્ટેટ અધિકારી અને નૌશેરાના તલાટીએ કેટલીક ખાનગી વ્યકિતઓ સાથે મળીને આ સાજિશ રચી હતી. સીબીઆઇનું કહેવું છે કે સંબંધિત જમીનના ૧૯૬૯-૭૦ના વર્ષના જમીન રજિસ્ટર અનુસાર આ જગ્યા પાક. હસ્તકના કબજામાં છે, પરંતુ સંરક્ષણ એસ્ટેટ વિભાગ તેના કહેવાતા માલિકને ભાડું આપી રહ્યાે હતાે.

એફઆઇઆર અનુસાર એક લશ્કરી અધિકારી, એક એસ્ટેટ અધિકારી અને અન્ય અધિકારીઓના બોર્ડે તેને સોંપવામાં આવેલ જાલી દસ્તાવેજોના કારણે ૧રર કરનાલ જમીન માટે રૂ.૪.૯૯ લાખ ભાડાની ચુકવણી કરવામાં આવતી હતી અને તેના કારણે સરકારી તિજોરીને રૂ.૬ લાખનું નુકસાન થયું હતું.

સીબીઆઇની એફઆઇઆરમાં જણાવ્યા અનુસાર સર્વે નંબર ૩,૦૦૦, ૩૦૩પ, ૩૦૪૧, ૩૦૪પની ૧રર કરનાલ અને ૧૮ મારલા જમીનનો ઉપયોગ ભારતીય સેના કરી રહી છે. વાસ્તવિકતા એ છે કે આ સર્વે નંબરની જમીન પીઓકેમાં ચાલી ગઇ હતી, પરંતુ છેલ્લાં ૧૬ વર્ષથી આ જમીનના ભાડાની રકમ સરકારી તિજોરીમાંથી ઉપાડવામાં આવી રહી હતી. એવું કહેવાય છે કે ડિફેન્સ એસ્ટેટ વિભાગના કેટલાક અધિકારીઓએ ગુનાઇત કાવતરું રચીને આ જમીન ભારતમાંં બતાવીને તેનો ઉપયોગ સેના દ્વારા થઇ રહ્યો છે એવું બતાવીને તેના માટે સરકારી તિજોરીમાંથી ભાડું ઉપાડવામાં આવતું હતું. ભાડાની આ રકમ કોઇ એક વ્યકિતને પહોંચતી હતી કે પછી એકથી વધુુ વ્યકિતઓ વહેંચી લેતી હતી તે અંગે તપાસ ચાલી રહી છે.  સીબીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં લશ્કરના કેટલાક વરિષ્ઠ અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી શકે છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

17 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

17 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

17 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

17 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

17 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

18 hours ago