POKમાં ઘણા ત્રાસવાદી કેમ્પો સક્રિય હોવાનો આઈબીનો દાવો

નવીદિલ્હી : ઇન્ટેલીજન્સ બ્યુરોએ ચેતવણી આપતા કહ્યું છે કે, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં કેટલાક કેમ્પોમાં આતંકવાદીઓને તાલીમ આપી રહી છે. આઈએસઆઈ દ્વારા જે વિસ્તારમાં આતંકવાદી કેમ્પ સ્થાપિત કરી લેવામાં આવ્યા છે તે વિસ્તારમાં ખેબરપખ્તુનખ્વા, ગિલગિટ, બાલ્કિસ્તાન, દુલાઈ કાંડાવો ખાતે ત્રાસવાદી કેમ્પ ચાલી રહ્યા છે.

શ્રીનગર સ્થિત ૧૫ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિ જનરલ સતીષ દુઆએ અગાઉ કહ્યું હતું કે, કુલ ૧૭ ત્રાસવાદી કેમ્પ પાકિસ્તાન અને પોકમાં ચાલી રહ્યા છે જ્યાં ૧૧૫થી વધુ આતંકવાદીઓ તાલીમ લઇ રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પાકિસ્તાનની પોકમાં ગતિવિધિ અંગેના ચોંકાવનારા વિડિયો સપાટી ઉપર આવ્યા બાદ આ બાબત પણ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈ સેના નાના બાળકો સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં હિંસક અથડામણો થઇ રહી છે. બાળકોની હત્યા થઇ રહી છે. પાકિસ્તાની સેના ખૂની રમત રમી રહી છે. આ સપ્તાહની શરૃઆતમાં જ પાકિસ્તાની સેનાના અત્યાચારને રજૂ કરનાર વિડિયોની વિગત સપાટી ઉપર આવી હતી.  જેમાં મુઝફ્ફરાબાદ, ગિલગીટ સહિતના વિસ્તારોમાં અત્યાચારની બાબતનો ઉલ્લેખ હતો. પોકમાં ઘણા વિસ્તારમાં હવે સરકારની ગતિવિધિ સામે સામાન્ય લોકો વિરોધ કરવા મેદાનમાં આવી ગયા છે.

વિડિયો અંગે ટિપ્પણી કરતા પાકિસ્તાનના વિદેશ સચિવ એઝાઝ ચૌધરીએ કહ્યું છે કે, આ માત્ર દ્વેષભાવની ભાવનાથી પ્રચાર છે. પાકિસ્તાને હંમેશા કાશ્મીરીઓનો મુદ્દો ઉઠાવ્યો છે.

You might also like