POKને પાકિસ્તાનમાં નહી દેખાડનારા પ્રોફેસરને હટાવાયા

લાહોર : પાકિસ્તાનનાં લાહોર ખાતે પંજાબ યુનિવર્સિટીનાં એક પ્રોફેસરે પાકિસ્તાનનાં નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ન દેખાડવું ભારે પડ્યું હતું. યૂનિવર્સિટીનાં પ્રવક્તા ખુર્રમ શહેજાદે જણાવ્યું કે યુનિવર્સિટીનાં શિક્ષા અને અનુસંધાન સંસ્થાનાં સહાયક પ્રોફેસર આબિદા નસરીનને ત્રણ મહિના માટે હાંકી કાઢવામાં આવ્યા છે. શહજાદે કહ્યું કે આ મોટી ભુલ માટે તેમની વિરુદ્ધ પંજાબ એમ્પ્લોય ડિસિપ્લિન એન્ડ એકાઉન્ટેબિલીટીની કલમ હેઠળ કાર્યવાહી ચાલુ કરી દીધી છે. 

ઉલ્લેખીય છે કે ગત્ત શુક્રવારે યુનિવર્સિટીમાં માધ્યમિક શિક્ષણ વિભાગની તરફથી એક કાર્યશાળા આયોજીત કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીર વગર પાકિસ્તાનનો એક નકશો દેખાડવામાં આવ્યો હતો. તેમણે આ નકશો તૈયાર કરવા માટે આબિદા જવાબદાર હતા. 

યૂનિવર્સિટીનાં કુલપતિ મુજાહિદ કામરાનાએ વિભાગ તપાસનાં આદેશો આપ્યા છે અને આ ઘટના અંગેની તપાસ થઇ રહી છે. પંજાબનાં મુખ્યમંત્રી શાહબાજ શરીફે પણ ઘટનાં અંગે સંજ્ઞાન લીધુ અને કુલપતિ ટુંક જ સમયમાં આનો રિપોર્ટ માંગ્યો છે. 

You might also like