PNGને GSTમાં સમાવાય તેવી શક્યતા

અમદાવાદ: જીએસટી કાઉન્સિલની આગામી ૨૧ જુલાઇએ બેઠક મળી રહી છે. તેમાં કેટલીક કોમોડિટીના રેટમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. ૨૮ ટકા ઉપરની કેટલીક ચીજવસ્તુઓના રેટમાં ઘટાડો કરી ૧૮ ટકા કરવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને સિમેન્ટ, પેઇન્ટ જેવી ચીજવસ્તુઓ પરના રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે.

તો બીજી બાજુ પીએનજી જીએસટીમાં સામેલ થાય તેવી શક્યતા છે. ઘરવપરાશ માટે લેવામાં આવતા પીએનજી પર પાંચ ટકા જીએસટી લાદવામાં આવે તેવી સંભાવના જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં કોમર્શિયલ પીએનજી પર ૧૮ ટકાના દરે જીએસટીનો રેટ લાદવામાં આવી શકે છે.

You might also like