PM મોદીના પત્ની જશોદાબેને નોટબંધી પર તોડ્યું મૌન, કહ્યું કંઇક આવું

કોટા: પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીની જાહેરાતના 40 દિવસ બાદ તેમની પત્ની જશોદાબેનએ આ વાત પર મૌન તોડ્યું છે. જેશોદાબેનએ કહ્યું કે નોટબંધી ભ્રષ્ટાચાર અને કાળાંનાણાં પરનો કડક પ્રહાર છે.

નોટબંધીને લઇને દેશભરમાં હાહાકારની સ્થિતિ ના કારણે વિપક્ષ અને અર્થશાસ્ત્રીઓના નિશાન પર ચાલી રહેલા પીએમ મોદીને પોતાની પત્નીનો સાથ મળી ગયો છે.

પીએમની પત્ની જશોદાબેનએ નોટબંધીનું સમર્થન કરતાં એને દેશનાહિતમાં લેવાયેલો નિર્ણય જણાવ્યો છે, સાથે એમણે આશા વ્યક્ત કરી છે કે કેન્દ્રની સરકાર દેશની તરક્કી માટે સારા કામ કરશે. મળતી માહિતી અનુસાર કોટામાં એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વગર ભાગ લેવા પહોંચેલા જશોદાબેનએ નોટબંધીના સમર્થનમાં પોતાની વાત કહી.

જશોદાબેનએ કહ્યું કે 500 અને 1000 ની નોટો પર પાબંદી બાદ કાળાનાણાં પર નુકસાન પહોંચ્યું છે અને એનાથી વિદેશોમાં જમા કાળાનાણાંને પણ દેશમાં લાવવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે તે મોદી સરકારના કામથી ખુશ છે અને આવનારા સમયમાં એમને સરકાર પાસેથી ઘણી આશાઓ છે. જશોદાબેનનું પીએમ માટેનું સમર્થન એટલે મહત્વનું છે કારણ કે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે સહેતા નથી અને તેમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના સંબંધ સારા માનવામાં આવતાં નથી.

અઢા વર્ષ પહેલા લોકસભાની ચૂંટણી દરમિયાન પીએમએ પોતાની જાતને પહેલી વખત મેરિડ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્હરની સાંજે 500 અને 1000ની નોટો પર પ્રતિંબધ માટેની જાહેરાત કરી દીધી હતી. પીએમની જાહેરાત બાદ બજારમાં આશરે 85 ટકા કરન્સી ચલણમાંથી બહાર થઇ ગઇ હતી. એનાથી દેશના લોકોને રોકડ માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.

You might also like