PM મોદીનો છત્તીસગઢથી હુંકાર,”નિર્દોષ પત્રકારની હત્યા કરનારને કોંગ્રેસ કહે છે ક્રાંતિકારી”

જગદલપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢનાં જગદલપુરમાં મેગા રેલી કરીને આજે બીજેપીનાં ચૂંટણી પ્રચારને રફ્તાર આપી છે. પીએમએ સીધી રીતે કોંગ્રેસ પર અર્બન નક્સલીઓને સમર્થન દેવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસનાં નેતાઓને જવાબ આપવો જોઇએ કે જ્યારે સરકાર અર્બન નક્સલીઓ પર કાર્યવાહી કરે છે તો તે તેનો બચાવ કેમ કરે છે?

તેઓએ કહ્યું કે, જંગલોથી દૂર શહેરોમાં બેસેલા આ અમીર લોકો (અર્બન નક્સલ) રિમોટ કંટ્રોલથી આદિવાસીઓની જિંદગીને તબાહ કરી રહ્યાં છે. તેઓએ સવાલ પૂછતા જણાવ્યું કે આપની જિંદી બરબાદ કરવાવાળાને શું આપ માફ કરશો?

છત્તીસગઢમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે દરેક પક્ષ પ્રચારમાં પોતાની સમગ્ર તાકાત લગાવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં રોજ જગદલપુરમાં રેલી સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં ભાષણની શરૂઆત છત્તીસગઢી ભાષામાં શરૂ કરી હતી.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ”ભાઈ-બીજનાં તહેવારનાં દિવસે હું તમારી પાસેથી કંઈક માંગવા આવ્યો છું. અત્યાર સુધી દેશમાં જેટલાં પણ પ્રધાનમંત્રી બન્યાં, તેમાં સૌથી વધારે વખત હું બસ્તર આવ્યો છું. હું જ્યારે પણ આવ્યો છું ત્યારે ક્યારેય ખાલી હાથે નથી આવ્યો.”

PM મોદીએ જણાવ્યું કે, ”પહેલાંની સરકારનાં વેપાર તારું-મારુંનાં હતાં. જ્યારે હું આજે અહીં મારી જવાબદારી પૂર્ણ કરવા આવ્યો છું. મારી જવાબદારી અંતર્ગત હું અહીંનાં લોકોની મુશ્કેલીઓ દૂર કરવા આવ્યો છું. અમારો હેતુ સૌનો સાથ, સૌનો વિકાસ છે. હાલમાં છત્તીસગઢનો વિકાસ જોઈને પણ લોકોને આશ્ચર્ય થાય છે.”

કેમેરામેનની હત્યાનો પણ કર્યો ઉલ્લેખઃ
પીએમએ છેલ્લાં દિવસોમાં નક્સલીનાં હુમલામાં દૂરદર્શનનાં કેમેરામેનની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું હતું કે, શું ગુનો હતો તેનો? તે તો આપનાં સપના માટે ખભા પર કેમેરકો મૂકીને આવ્યાં હતાં પરંતુ તેને પણ મારી દેવાયો. પીએમએ 2 દિવસ પહેલાં પાંચ જવાનોની શહીદી વિશે પણ વાત કરી.

મોદીએ કહ્યું કે,”માઓવાદી નિર્દોષોની હત્યા કરે અને કોંગ્રેસનાં નેતા તેઓને ક્રાંતિકારી કહે છે. શું આવી કોંગ્રેસની જગ્યા હિંદુસ્તાનમાં હોવી જોઇએ? પીએમએ કોંગ્રેસ પર દેશને અવળામાર્ગે લઇ જવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, જૂઠી-જૂઠી વાત કરવાવાળાઓનું કોઇ જ ભવિષ્ય નથી.”

યુપીએ સરકાર છત્તીસગઢમાં વિકાસને રોકે છે:
છત્તીસગઢ જ્યારે બન્યું ત્યારે તેમાં કોંગ્રેસની સરકાર બની હતી. તેમણે શરૂઆતથી જ છત્તીસગઢમાં ખોટું કામ શરૂ કર્યું. પરંતુ થોડાંક સમય બાદ જ લોકોએ સમજણથી ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી. ભાજપની સરકારે છેલ્લાં 15 વર્ષમાં છત્તીસગઢનાં વિકાસમાં લોહી-પાણી એક કરી દીધું છે. મોદીએ કહ્યું કે,”જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે રમણ સિંહ સરકારને મદદ ન હતી કરતી. દિલ્હીની સરકાર છત્તીસગઢનાં દરેક સારા કામોને અટકાવવા માગતી હતી.”

You might also like