PM નરેન્દ્ર મોદીના આ છે બે અનમોલ રતન

નવી દિલ્હી: યોગગુરૂ બાબા રામદેવ હોય કે પછી શ્રી શ્રી રવિશંકર, બંને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ છે. આ વાત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબિત કરી ચૂક્યા છે. બાબા રામદેવે યોગના સહારે પોતાની છબિ બનાવી તો પીએમ મોદીએ વિશ્વ યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી તેમનો માર્ગ સરળ કરી દીધો. વિવાદોમાં ઘેરાયેલા વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલમાં ભાગ લઇને નરેન્દ્ર મોદીએ શ્રે શ્રી રવિશંકર પ્રત્યે પોતાનો મોહ પણ વ્યક્ત કર્યો.

જાણો આ રત્નોમાં શું છે અનમોલ

ramdev-baba

યોગગુરૂ બાબા રામદેવ
1- બાબા રામદેવે વર્ષ 2013માં નરેન્દ્ર મોદીને હરિદ્વાર બોલાવ્યા અને પોતાના મંચ પરથી તેમને આગામી લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવર જાહેર કર્યા. 2014ના લોકસભા ચૂંટણીમાં ખોલીને મોદીનો સાથ આપ્યો અને ચૂંટણી પ્રચાર પણ કર્યો.

2- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગગુરૂને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે વર્લ્ડ યોગ ડે ઉજવવાની જાહેરાત કરી. યોગને નવી ઓળખ આપવામાં બાબા રામદેવનો મહત્વપૂર્ણ રોલ છે. વર્લ્ડ યોગ ડેમાં બાબા રામદેવની ભૂમિકાની પણ મહત્વપૂર્ણ છે.

3-મોદી સરકારે બાબા રામદેવને ‘નેશનલ મેડિકલ ટૂરિઝમ એન્ડ વેલનેસ’ બોર્ડમાં સ્થાન આપ્યું. રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણ ઉપરાંત આ બોર્ડમાં અન્ય 20 સભ્ય છે.

4-હાલમાં બાબા રામદેવની કંપની પતંજલિ આર્યુવેદને બજારમાં પોતાનો પગ જમાવી લીધો છે અને વર્ષોથી બજારમાં સ્થાપિત મોટી-મોટી બ્રાંડ્સને પાછળ છોડી રહી છે.

5- મોદી સરકાર દરેક મોટી યોજનાને રામદેવને ખુલીને સપોર્ટ કર્યો અને સફાઇ અભિયાન હેઠળ હરિદ્વાર અને તીર્થ નગરી ઋષિકેશને દત્તક લેવાની જાહેરાત કરી. કાળું નાણુ પરત લાવવાના વાયદા પર તે વારંવાર સરકારનો બચાવ કરતાં જોવા મળ્યા.

6- હરિયાણાની ભાજપ સરકારે બાબા રામદેવે યોગ અને આર્યુવેદના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે. સાથે જ કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવાની પણ જાહેરાત કરી હતી, જેનો તેમણે અસ્વિકાર કર્યો.

શ્રી શ્રી રવિશંકર

modi-shri-shri-ravishankar
1-દેશમાં જ્યારે અસહિષ્ણુતાના મુદ્દા પર મોદી સરકારને ઘેરવામાં આવી રહી હતી, ત્યારે નવેમ્બર 2015માં શ્રી શ્રીએ કહ્યું કે સહિષ્ણુતા ભારતના ડીએનએમાં છે. તેમણે સતત પીએમના કામોના વખાણ કર્યા.

2- દિલ્હીમાં આયોજિત વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ વિવાદોમાં ઘેરાયો તો રાષ્ટ્રપતિએ કાર્યક્રમમાં ભાગ લેવાની ના પાડી દીધી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમના ઉદઘાટનમાં પહોંચી ગયા. તેમણે શ્રી શ્રીની સાથે પોતાનો મોહ વ્યક્ત કર્યો.

3-કેન્દ્ર સરકારે વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલને 2.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ આપ્યું.

4- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલમાં ઉપસ્થિતિ નોંધાવી. ગૃહમંત્રી રાજનાથ સિંહથી માંડીને સ્મૃતિ ઇરાની સુધી શ્રી શ્રીના કાર્યક્રમમાં પહોંચ્યા.

5-મોદી સરકારે શ્રી શ્રી રવિશંકરને જાન્યુઆરી 2016માં પદ્ય વિભૂષણથી સન્માનિત કર્યા.

6- મોદી સરકારનું ફોકસ આર્યુવેદની દિશામાં વધી રહ્યું છે. તેના માટે આયુષ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. શ્રી શ્રી રવિશંકરની કંપની ‘શ્રી શ્રી આયુર્વેદ’ બજારમાં સ્થાપિત FMCG કંપનીઓને ટક્કર આપી રહી છે.

You might also like