મસ્કતમાં ભગવાન શિવના દર્શન બાદ PM મોદી પહોંચ્યા મસ્જિદ

મસ્કત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા છે. આ અગાઉ પીએમ મોદી ત્રણ દેશોના પ્રવાસમાં અંતિમ પડાવમાં ઓમાનની રાજધાની મસ્કટમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં શિવ મંદિરમાં દર્શન કર્યા.

ત્યારબાદ પીએમ મોદી અહીંની પ્રસિધ્ધ સુલ્તાન કબૂસ મસ્જિદની મુલાકાતે પહોંચ્યા હતા. મસ્કતમાં પીએમ મોદીએ મોતીશ્વર મંદિરમાં પુજા-અર્ચના કરી હતી. આ ભગવાન શિવનું 109 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ મંદિર પાસે એક કુવો પણ છે. મસ્કટમાં ચારેબાજુ રણ છે પરંતુ આ કુવાનું પાણી ક્યારેય ઓછું થતું નથી. પીએમ મોદીએ અહીં મંદિરમાં દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ પીએમ મોદી મસ્કટ અને ઓમાનની પ્રસિધ્ધ સુલ્તાન કબૂસ મસ્જિદ ગયા હતા. ઓમાનના અધિકારીઓએ પીએમ મોદીને મસ્જિદની ખાસિયત જણાવી હતી.

આ અગાઉ પીએમ મોદી 2015માં જ્યારે યુએઇના પ્રવાસે આવ્યા હતા ત્યારે અબુ ધાબીની પ્રસિધ્ધ શેખ જાયદ મસ્જિદની મુલાકાત લીધી હતી. ત્યારે એ પ્રથમ વખત હતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત મસ્જિદમાં ગયા હતા. ત્યારબાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મસ્કટની સુલ્તાન કબૂસ મસ્જિદની મુલાકાતે પહોંચ્યા હતા.

You might also like