PM મોદીએ રંગૂનમાં બહાદુર શાહ ઝફરના મકબરાની મુલાકાત લીધી

રંગૂન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશન મ્યાનમારનો આજે આખરી દિવસ છે. આજે નરેન્દ્ર મોદીએ ભારતના આખરી મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના મકબરાની મુલાકાત લીધી હતી. આ અગાઉ ગઇ કાલે તેમણે ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે તેમની સરકાર દેશના હિતમાં કેટલાક આકરા અને કડક નિર્ણયો લેનાર છે.

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારની મુલાકાતના આખરી દિવસે રંગૂન પહોંચી ગયા હતા. રંગૂનમાં તેમણે બહાદુર શાહ ઝફરના મકબરાની મુલાકાત લીધી હતી. ર૦૧રમાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પણ બહાદુર શાહ ઝફરની દરગાહ પર ગયા હતા. મોદીએ બ્રિટિશ શાસન વિરુદ્ધ લડનારા લોકોના બલિદાનની યાદમાં એક ઇન્ડિયન નેશનલ આર્મી સ્મારક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

મોદીએ જણાવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝે મ્યાનમારમાં ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા’નો નારો આપ્યો હતો અને હજારોની સંખ્યામાં પુરુષો અને મહિલાઓએ તેનો પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. મોદીએ આજે સવારે ૮-૦૦ વાગ્યે રંગૂન સ્થિત સ્વેડેગન પેગોડાની મુલાકાત લીધી હતી. ત્યાંથી રાષ્ટ્રવાદી નેતા જનરલ આંગ સાનનેે શ્રદ્ધાંજલિ આપીને શહીદ સ્મારક ગયા હતા અને સવારે ૯-૦પ કલાકે બોંગ યુકે ઓંગ સાન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

You might also like