Categories: India

એક વાસણ સાફ કરનારીનો પુત્ર PM બન્યો તો તેનો શ્રેય બાબા સાહેબને જાય છે: મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સંવિધાન નિર્માતા ડો. ભીવરાવ આંબેડરકરની 125મી જયંતિના અવસરે તેમના જન્મસ્થળ મહૂ પહોંચ્યા. પીએમએ અહીં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીની સાથે આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હતા.પીએમ મોદીએ કહ્યું કે એક વાસણ સાફ કરનારીનો પુત્ર પીએમ બન્યો તો તેનો શ્રેય બાબા સાહેબને જાય છે.

આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે તે ભાગ્યશાળી છે કે તેમને આ જમીન પર આવીને આંબેડકરને સલામ કરવાનો અવસર મળ્યો, જ્યાં તેમને જન્મ લીધો હતો. પીએમએ કહ્યું કે ‘બાબા સાહેબ આંબેડકર એક વ્યક્તિ ન હતા, તે એક સંકલ્પનું નામ હતા.’ મોદીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકર સમાજમાં અન્યાયના વિરૂદ્ધ લડ્યા.

વંચિતો માટે સંઘર્ષ કરતા હતા આંબેડકર
તેમણે આગળ કહ્યું કે બાબા સાહેબ પોતાના માન-સન્માન માટે નહી, પરંતુ સમાજની બુરાઇઓ વિરૂદ્ધ લડ્યા. સમાજમાં અંતિમ છેડે બેસેલા દલિતો, શોષિતોને બરાબરીનો હક અને સન્માન અપાવવા માટે તે સંઘર્ષ કરે છે અને તેના માટે તેમને અપમાનિત પણ થવું પડ્યું, પરંતુ તે પોતાના માર્ગથી ક્યારેય વિચલિત થયા નહી.

દેશ માટે સમર્પિત હતા આંબેડકર
ડો. આંબેડકરનું શિક્ષણ અને યોગ્યતા ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે મહાપુરૂષની પાસે આટલી જ્ઞાન સંપદા હોય, વિશ્વની ગણમાન્ય યુનિવર્સિટીઓની ડિગ્રીઓ હોય, જે કાલખંડમાં કંઇક મેળવવાના અને પામવાની તક ભરેલી પડી હોય, પરંતુ પોતાના માટે કંઇક લેવાના બદલે તેમણે ગરીબો અને શોષિતોના હક માટે આ બધી તકો છોડીને પોતાને આ દેશની માટીમાં ખપાવી દિધા.

Exclusive: જાણો ડો. ભીમરાવ આંબેડકરનાં જીવનનું સૌથી મોટું સિક્રેટ

ગામડાના વિકાસ વિના દેશનો વિકાસ નહી
ગામડાનો પાયો મજબૂત કરવી પડશે, ત્યારે દેશમાં વિકાસની ઇમારત ઉભી થશે. મોટા શહેરોથી દેશનો થવાનો નથી. આ વર્ષનું સંપૂર્ણ બજેટ ખેડૂતો અને ગામડાને સમર્પિત છે. આજે જે ગામડામાં વિજળી આવી છે, ત્યાં ખુશીમાં નાચવા-ગાવાનું ચાલી રહ્યું છે. ગ્રામીણ વિદ્યુતીકરણની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નોને ખૂબ પારદર્શી રીતે કરવામાં આવ્યા છે. ગર્વ એપથી ગામડાંમાં વિજળીની જાણકરી મળશે.

આઝાદીના દાયદાઓ બાદ પણ 18 હજાર ગામડાઓમાં વિજળી નહી
પીએમ મોદીએ કહ્યું કે 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ‘ગ્રમ ઉદયથી ભારત ઉદય’ આંદોલન ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે ‘આ મહાન અફસોસની વાત છે કે આઝાદીના દાયદાઓ બાદ પણ આપણા દેશના 18000 ગામડાઓમાં વિદ્યુતીકરણ કરવામાં આવ્યું નથી. પીએમ મોદીએ કહ્યું કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે એક વિસ્તૃત રોડમેપ તૈયાર કરવા માટે શિવરાજ સિંહ ચૌહાણજીને શુભેચ્છા પાઠવું છે. છ દાયકાઓથી ગરીબ-ગરીબ કરનારાઓને ગરીબો માટે શું કર્યું?

ભાષણ પહેલાં શિવરાજે કહ્યં- ભારત માતા કી જય શરૂ
આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ‘ભારત માતા કી જય’ બોલીને પોતાનું ભાષણ શરૂ કર્યું. તેમણે કહ્યું કે એમપીમાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો પહેલા ધોરણથી પીએચડી સુધીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદીએ રાજ્યના નામે ’10 સાલ બેમિસાલ’ પુસ્તક લોન્ચ કર્યું.

2008માં થયું હતું સ્મારકનું લોકાર્પણ
તમને જણાવી દઇએ કે ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મસ્થળ મહૂમાં સ્થાપિત સ્મારકમાં વર્ષ 2007થી સામાજિક કુંભની શરૂઆત થઇ હતી. આ સ્મારકનું 14 એપ્રિલ, 2008ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્મારક મકરાના સફેદ સંગેમરમર અને મેંગલુરૂના ગ્રેનાઇટથી બનાવેલું છે અને આ સ્મારકને જોતાં બૌદ્ધ ધર્મના વિશ્વ પ્રસિદ્ધ સાંચી સ્મારકની ઝલક છલકાય છે.

admin

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

10 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

10 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

10 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

11 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

12 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

12 hours ago