PM મોદી ગોરખપુરમાં સભા સંબોધી કહ્યુંઃ યુપીને જરૂર છે દોડતી સરકારની

ગોરખપુરઃ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા પીએમ મોદીએ એમ્સનું ખાતમૂર્હૂત કર્યા બાદ એક સભા સંબંધોતિ કરી હતી. પોતાના સંબોધનમાં પીએમએ યૂપી સરકાર પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે પરિવારવાદથી રાજ્યનું ભલૂ થતું નથી. પીએમએ વારાણસીમાં સાંસદની ચૂંટણી માટે યૂપીની જનતાનો આભાર માન્યો છે.

મોદીએ કહ્યું છે કે યૂપીની જનતાનો હું આભાર માનુ છું. તમે મજબૂત અને જાગૃત સાસંદોને પસંદ કર્યા છે. જેઓ દિવસ રાત કામ કરી રહ્યાં છે. ખૂબ જ મહેનત કરી રહ્યાં છે. અખિલેશ સરકાર પર નિશાન સાધતા પીએમએ કહ્યું છે કે પરિવારવાદથી કોઇનું ભલુ નથી થતું. તેમણે જાતીવાદનું ઝેર ફેલાવવાનું બંધ કરવા જણાવ્યું છે. લખનઉને દોડવા વાળી સરકાર જોઇએ કારણકે હું તો સીડીઓ પણ ઝડપથી ચડી જઉં છું.

પીએમએ કહ્યું છે કે પૂર્વ અને પશ્ચિમ વિકાસના બે પૈડા છે. અહીં ખેડૂતો સાથે અન્યાય થાય છે. અમે આવું નહીં થવા દઇએ. બંધ પડેલા કારખાના ફરી શરૂ કરીશું. ખેડૂતોના હિત માટે અમે યુરિયાના કાળાબજાર પર રોક લગાવી છે.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલાં પીએમ મોદી પૂર્વાચલને મોટી ભેટ આપી શકે છે. મોદી ગોરખપુર પહોંચી ગયા છે. તેઓ પહેલાં ગોરખનાથ મંદિર ગયા હતા. ગોરખપુર મંદિરમાં પૂજા કરી હતી. ત્યાર બાદ નવા એમ્સનું ખાતમહૂર્ત કર્યું હતું.  હાલ ગોરખપૂરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લોકોને કાર્યક્રમના સ્થળ પર પહોંચવામાં મુશ્કેલીઓ થઇ રહી છે.

એમ્સનો શિલાન્યાસ કરીને પીએમ ગોરખનાથ સંપ્રદાયના સૌથી મોટા મઢ ગોરખનાથ મંદિર જશે. જ્યાં તેઓ મહંત એવૈદ્યનાથની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.  અનાવરણ બાદ સભાનું સંબોધન પીએમ મોદીએ કર્યું હતું તેમણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની આ ભૂમીને મહાન ગણાવી છે.

પીએમ મોદી ગોરખપૂરના એક ફર્ટિલાઇઝર કારખાનાનું પુનરૂદ્ધાન  પણ કરવાના છે.  જે  ઘણા સમયથી બંધ છે. 1969માં ગોરખપુરમાં આ ફર્ટીલાઇઝર કારખાનુ શરૂ થયું હતું. પરંતુ છેલ્લાં કેટલાય દિવસોથી તે ખંડેરમાં પરિવર્તિત છે.

પીએમ મોદીની આ ગોરખપુર યાત્રાના સાથે અનેક બાબતો જોડાયેલી છે. એક તરફ મુખ્યમંત્રી પદ માટે યોગી આદિત્યનાથની દાવેદારી સ્પષ્ટ છે. ત્યાં કાનપુરના મિઠુરમાં આરએસએસની બેઠકમાં યોગી આદિત્યનાથ માટે લોબિંગ પણ સામે આવી છે. ત્યાં મોદીજીનું ગોરપુર મંદિર જવું  અનેક તર્કને જન્મ આપી શકે છે.

યોગી સમર્થકોને એ વાતનો આનંદ છે કે પીએમ મોદી પૂર્વોચલમાં યોગી આદિત્યનાથના વિસ્તારમાંથી ચૂંટણીલક્ષી જાહેરાત કરેશે. મુખ્યમંત્રી અખીલેશ યાદવ પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ આવ્યા હતા. ત્યાંથી તેઓ ચાલ્યા ગયા હતા. જ્યારે રાજ્યપાલ રામ નાયક પીએમ સાથે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

You might also like