PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરતમાં કરશે રોડ-શો

સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં મેગા રોડ શો કરવાના છે. પીએમ મોદી સુરતમાં 11 કિલોમીટર લાંબા રોડ શોમાં પણ હાજર રહેવાના છે. ,આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી થવાની છે. એને ધ્યાનમાં રાખીને મોદીની મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

‘મિશન ગુજરાત’ પર નિકળેલા પીએમ મોદી આજે સુરતમાં રોડ શો ઉપરાંત કેટલાક અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. પીએમ મોદી બે દિવસ સુધી ગુજરાતમાં રહેવાના છે.

સુરતમાં પ્રધાનમંત્રી મોદીના રોડ શો માટેની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આખા શહેરની દુલ્હનની જેમ સજાવટ કરવામાં આવી છે. સુરતના એરપોર્ટથી લઇને સર્કિટ હાઉસ સુધી રસ્તાની બંને બાજુ જોરદાર રોશની કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં મોદીના પોસ્ટર, બેનર અને હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ ભારે કટઆઉટ લગાવવામાં આવ્યા છે. રોડ શો ના રસ્તામાં દરેક જગ્યાએ રંગબેરંગી રંગોળી પણ બનાવવામાં આવી છે. એની સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓથી જોડાયેલી ઝાંખીઓ પણ બનાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદી ભુવનેશ્વરથી આજે સાંજે 6:45 સુરત એરપોર્ટ પહોંચશે. સાંજે 6:50 સુરત એરપોર્ટથી લઇને સુરત સર્કિટ હાઉસ સુધી 7 કિલોમીટર સુધીનો રોડ શો કરશે. પીએમ મોદી ખુલી જીપમાં સવાર થઇને રોડ શો ની આગેવાની કરશે. ભાજપના જણાવ્યા અનુસાર રોડ શોમાં 15 હજાર લોકો હાજર રહેશે.

રોડ શો કર્યા બાદ પીએમ મોદી સુરતના સર્કિટ હાઉસમાં જ રોકાશે. જ્યાં સ્થાનિક ભાજપ નેતાઓ સાથે ગુજરાત વિજય પર ચર્ચા વિચારણા થશે. સોમવારે પીએમ મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

http://sambhaavnews.com/

You might also like