PM નરેન્દ્ર મોદી અક્ષરધામમાં રજતજયંતિ મહોત્સવ નિમિતે આવશે , રાજભવન ખાતે કરશે રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ થાય તે પહેલા આજે તેઓ એક દિવસની ટૂંકી મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને તેઓ ત્યારબાદ ત્યાંથી સીધા રાજભવન પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટથી અક્ષરધામ સુધીના માર્ગ પર ભાજપના કાર્યકરો દ્વારા અભિવાદન કરાશે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેર, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ અન્ય આગેવાનો, પ્રધાનો હાજર રહી કરશે.

જ્યાં તેઓનું રોકાણ સાંજે 5.45 સુધી રહેશે. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર ખાતેના અક્ષરધામ ખાતે જશે. જ્યાં તેઓ અંદાજે બે કલાક જેટલો સમય વિતાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અક્ષરધામ મંદિરમાં પૂજા કરશે અને લાઇટ સાઉન્ડ શો પણ નિહાળશે. લાઇટ સાઉન્ડ શો નિહાળ્યા બાદ પીએમ મોદી સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી રાત્રે 8 કલાકે દિલ્હી જવા રવાના થઇ જશે.

You might also like