PM મોદીએ ‘ગરીબી ભારત છોડો’ અભિયાનનો કર્યો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસંઘના વરિષ્ઠ નેતા નાનાજી દેશમુખની જયંતી પર દિલ્હીના પૂસામાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટયુટના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીના લોકોને સંબોધન કરતા કહ્યું કે ગરીબી વિરુધ્ધ લડાઇ લડવાની અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 18000 ગામ એવા હતા જે 18મી શતાબ્દીમાં જીવી રહ્યા હતા. જ્યાં વીજળી હજી સુધી પહોંચી નથી. જો કે અમે લાલકિલ્લાથી 1000 દિવસમાં આ ગામોમાં વીજળી પહોંચાડવાના પગલા લેવાનું વિચાર્યું છે. અત્યાર સુધીમાં 15 હજાર ગામડાઓમાં વીજળી પહોંચાડી ચુક્યાં છે. 2022 સુધીમાં ગામડાના વિકાસમાં ઝડપ લાવવામાં આવશે. સરકાર જનભાગીદારીના પગલા ઉઠાવી રહી છે. ગામડામાં બદલાવ માટે સરકાર કટીબધ્ધ છે. ગામડાની શક્તિને જોડી વિકાસ કરવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની જરૂર હોવાનું જણાવ્યું.

You might also like