PM મોદીના પત્ની જશોદાબેનની કારને નડ્યો અકસ્માત, 1નું મોત, બાળકીને ઈજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનની કારનો રાજસ્થાનના કોટા-ચિત્તોડ હાઈવે પર અકસ્માત થયો છે, જેમાં જશોદાબેનને માથાને ભાગે ઈજા થઈ છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત પણ થયું છે.

જશોદાબેનની કારને થયેલા અકસ્માતમાં 1 પોલીસકર્મીને પણ ઈજા થઈ છે અને એક નાની બાળકીને પણ ઈજા થઈ છે. જશોદાબેનને હાલમાં ચિત્તોડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં કારનો તો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

જશોદાબેન રાજસ્થાન ભત્રીજાના લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારનો ટ્રેલર સાથે અકસ્માત થયો હતો. જો કે માથાના ભાગે ઈજા થઈ હોવા સિવાય તેઓ સુરક્ષિત છે. તેઓ પોલીસકર્મીઓ સાથે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં મીડિયાકર્મીઓ અને અન્ય લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.

You might also like