PM મોદી આજથી 6 દિવસ માટે જશે 4 દેશના પ્રવાસે

નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદી આજથી 6 દિવસ માટે ચાર દેશોના પ્રવાસે જઇ રહ્યાં છે. આ વખતે તેઓ જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાંસના પ્રવાસે જઇ રહ્યાં છે. મોદી એજન્ડામાં આ દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો મજબુત કરવા સાથે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આમંત્રીત કરવાનો પણ છે. પ્રધાનમંત્રી મોદી સૌપ્રથમ જર્મની જશે. જ્યાં તેઓ ચાન્સેલર અંગેલા મર્કેલની મુલાકાત લેશે. મર્કેલ મોદીના પોતાના ઓફિશિયલ રેજીડેન્સ મેસબર્ગ કાઉન્ટી રિટ્રીટ પર વેલકમ કરશે.

મોદી અને મર્કેલ વચ્ચે બંને દેશો વચ્ચે પરસ્પર હિત અંગે વાતચીત થશે. 30 મેએ મોદી અને મર્કેલ ચોથી ઇન્ડિયા જર્મની ઇન્ટરગવર્નમેંટલ કોન્સુલેશન્સનો હિસ્સો બનશે. બંને નેતા એક બિઝનેસ ઇવેન્ટમાં પણ જોડાશે. જેમાં બંને દેશના ટોચના CEO પણ હાજ રહેશે. બાદમાં મોદી જર્મનીના પ્રેસિડેન્ટ ફ્રેંક વાલ્ટર સ્ટીનમિરને પણ મળશે. 3

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી મોદીનો બે વર્ષમાં જર્મનીનો આ બીજો પ્રવાસ છે. આ પહેલાં તેઓ એપ્રિલ 2015માં જર્મની ગયા હતા. બર્લિનથી 30 મેના રોજ મોદી સ્પેન જશે. જ્યાં તેઓ પ્રેસિડન્સ મારિયોનો રાજોયની મુલાકાત કરશે અને બાઇલેટ્રલ ઇશ્યુ પર ચર્ચા કરશે. જ્યારે મોદી બે દિવસ રશિયા રોકાશે. તેઓ પ્રેસિડન્ટ બ્લાદીમિર પુતિન સાથે સેન્ટ પીટરર્સબર્ગમાં 18મી ઇન્ડિયા રશિયા એન્યુઅલ સમિટનો ભાગ બનશે. આ પહેલી વખત છે કે જ્યારે એન્યુઅલ સમિટ મોસ્કોની બહાર થશે.

મોદી 2 જૂનમાં સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમાં પણ હાજરી આપશે. મોદી પ્રથમ વખત ગેસ્ટ તરીકે તેમાં હાજર રહેશે. 3 જૂને મોદી ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમૈનુઅલ મેક્રોનને મળશે. જ્યાં બંને દેશોના હિતો વચ્ચે ચર્ચા કરશે. મોદીના ફ્રાન્સ પ્રવાસથી બંને દેશોની સ્ટ્રેટજિક રિલેશન મજબુત થવાની આશા છે.

http://sambhaavnews.com/

You might also like