PM મોદીએ ‘ઓખી’ વાવાઝોડાના પીડિતોની લીધી મુલાકાત

ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણીમાં જીત મળ્યા બાદ એક દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી દેશના કામકાજમાં લાગી ગયા છે. પીએમ મોદી આજે ચક્રવાતી તોફાન ‘ઓખી’ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી છે. પીએમ મોદી આ દરમિયાન લક્ષદ્વિપ, તમિલનાડુ અને કેરળ સહિત દક્ષિણી રાજ્યોની મુલાકાતે છે.

પીએમ મોદી સોમવાર રાતે જ કર્ણાટકના મેંગલોર પહોંચી ગયા હતા. વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપમાં પહોંચી ઓખી પ્રભાવિત વિસ્તારમાં રિવ્યુ મિટીંગ કરી. પીએમ મોદીએ અહીં માછીમાર કરતા પીડીતો સાથે મુલાકાત કરી.

ઉલ્લેખનીય છે કે નવેમ્બરના અંત અને ડિસેમ્બરની શરૂઆતમાં વાવાઝોડા ‘ઓખી’ એ કેરળ, તામિલનાડુ અને લક્ષદ્વિપમાં ઘણી બધી જગ્યાએ નુકસાન પહોંચાડ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ થોડા દિવસ અગાઉ અહી માછીમારો સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી ઉભી થયેલી સ્થિતિ પર સતત નજર રાખી હતી.

તો રક્ષા પ્રધાન નિર્મલા સીતારમને ત્રણ-ચાર ડિસેમ્બરે તમિલનાડના કન્યાકુમારી જિલ્લા અને તિરુવંતપુરમાં વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

You might also like