PM મોદીએ લોન્ચ કર્યો ‘સેતુ ભારતમ પ્રોજેક્ટ’

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ‘સેતુ ભારતમ પ્રોજેક્ટ’ લોન્ચ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે રસ્તાનો વિકાસ ખૂબ જ જરૂરી છે અને સરકાર આ દિશામાં નક્કર પગલાં ભરી રહી છે.

તેમણે જણાવ્યું કે ‘સેતુ ભારતમ પ્રોજેક્ટ’નું બજેટ 10,200 કરોડ રૂપિયા છે અને સરકાર કામની વિગત લેતાં આગળ વધશે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ આઝાદીથી પહેલાં બનાવવામાં આવેલા બધા પુલોને ફરીથી બનાવવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું કે ‘ગામડાના લોકો આજે પાવર રોડ ઇચ્છે છે. હાઇવે ઇચ્છે છે. પરંતુ હાઇવેની સાથે-સાથે આઇ-વેની પણ જરૂરિયાત છે. રેલવેના વિકાસ પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે પહેલાં ફક્ત સાંસદોને ખુશ કરવા માટે રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતા હતા. ફક્ત તાળીઓ વગાડવાથી સફળતા નથી મળતી, તેના માટે જમીની સ્તર પર કામ કરવું પડશે. તેમણે કહ્યું કે અમે સમસ્યાઓને જાણીએ છી અને મજબૂતી સાથે તેમને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.

You might also like