VIDEO: જોગી સ્વામી SGVP હોસ્પિટલનું લોકાર્પણ કરવાની તક મળી તે સૌભાગ્યઃ પીએમ મોદી

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદીએ SGVP હોસ્પિટલનાં ઉદ્ધાટન ખાતે આજે હાજર રહ્યાં હતાં. જેમાં તેમને ત્યાં વિઝિટ બુકમાં નોંધ કરી હતી. ત્યાં SGVP હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં અનેક લોકો હાજર રહ્યાં હતાં. આ ઉદ્ઘાટન સમારોહમાં અનેક સંતો, મહંતો તેમજ હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

SGVP હોસ્પિટલ ખાતે આનંદીબેન અને ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહ્યાં હતાં. પીએમ મોદીએ સંતો-મહંતોની હાજરીમાં હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યાં પીએમ મોદીનું માળા અને સાફો પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું. અહીં પીએમ મોદીએ SGVP ખાતે સંબોધન કર્યું અને સંત જોગી મહારાજને યાદ કરીને તેમને પોતાની આ તકને અમૂલ્ય તક માણી હતી.

પીએમ મોદીએ SGVP ખાતે સંબોધન કરતા જણાવ્યું કે,”તમારા વચ્ચે આવું એટલે એમ લાગે કે જાણે પરિવારમાં હું આવ્યો છું. આગામી ચૂંટણીનાં દિવસોમાં પણ આવો દિવસ મળે એ મારા માટે ઘણી સૌભાગ્યની વાત છે.

મોદીએ જોગી મહારાજ સાથેની યાદો તાજી કરી. મોદીએ કહ્યું કે લોકાર્પણ કરવાની મને તક મળી એને હું મારૂ સૌભાગ્ય માનું છું. લોકોને આયુર્વેદની સારી સગવડ મળે એ જ અમારૂ લક્ષ્ય છે. આજે સમગ્ર વિશ્વમાં 21મી જૂને “યોગ દિવસ” ઉજવાય છે. યોગ એ રોગમુક્તિનો એક સારો માર્ગ છે.

યોગ રોગમુક્તિ અને વ્યસનમુક્તિ માર્ગ છે. માનવજાતનાં કલ્યાણ માટે યોગને આ હોસ્પિટલમાં આટલું જ પ્રાધાન્ય મળ્યું છે. જોગી મહારાજનાં આશીર્વાદથી લોકોનાં સારા કામ કરતો જ જાઉં છું. ગરીબોનાં આશીર્વાદ મને કામ કરવાની પ્રેરણા આપે છે. ગુજરાતમાં પહેલા મેડિકલની માત્ર 9 કોલેજો હતી અને આજે 22 કોલેજો છે.

જે દવા પહેલા 150 રૂપિયાની મળતી હતી તે દવા હવે 15 રૂપિયાની મળે છે. આ ભારત સરકારમાં દમ છે એટલે ડોક્ટરોની ફી ઓછી કરાઈ. આપણો દેશ માનવતાનાં આધારે દરેક દેશની મદદ કરે છે. એનું સૌથી ઉત્તમ ઉદાહરણ જોઇએ તો તે છે સુષ્મા સ્વરાજનું.

પાકિસ્તાન દ્વારા લોકો ટ્વીટરથી આપણી સરકાર પાસે મદદ માગે છે. પાકિસ્તાનથી પણ ટ્વીટર દ્વારા લોકો આપણી પાસે મદદ માગે છે. 3400થી વધારે માછીમારોને ભારત સરકારે મદદ કરી છે. તેમજ ફાધર ટોમને આતંકીઓ ઉઠાવી ગયા હતાં તો 2017માં અમે એમને શોધી લાવ્યાં. શ્રીલંકામાં 5 લોકોની એટલે કે 5 ભારતીયોની ફાંસી નક્કી હતી. તેમને પણ વાટાઘાટો કરીને અમે પરત લાવ્યાં.

You might also like