Categories: India

વડા પ્રધાન મોદીઅે તમામ પ્રધાનોનાં રિપોર્ટ કાર્ડ માગ્યાં

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે પોતાના ૬૩ પ્રધાનો પાસે રિપોર્ટ કાર્ડ માગ્યાં છે. એનડીઅે સરકારની રચના થયાના ૧૮ મહિના બાદ પ્રથમ વાર હાથ ધરવામાં અાવી રહેલી વ્યાપક સમીક્ષા માટે મોદીઅે ૨૭મી જાન્યુઅારીના રોજ કેન્દ્રીય કેબિનેટની એક બેઠક બોલાવી છે. એવું કહેવામાં અાવે છે કે અા બેઠકમાં તમામ પ્રધાનોના કામકાજની સમીક્ષા થશે.

મોદી કેબિનેટ અને અાર્થિક બાબતોની કેબિનેટ સમિતિમાં લેવાયેલા નિર્ણયો પર તમામ મંત્રાલયોની પ્રગતિની સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી પોતાનાં ભાષણમાં સરકારની કામગીરી અંગે જણાવશે. ત્યાર બાદ તેઅો પોતાના પ્રત્યેક સિનિયર પ્રધાન પાસેથી તેમના રિપોર્ટ કાર્ડની માગણી કરશે. તેનાથી ખબર પડી શકશે કે ખાસ નિર્ણયો પર મંત્રાલયની કામગીરી કેવી રહી છે અને તેનો અમલ કરવામાં કેવાં અવરોધક પરિબળો છે.

ભાજપ સરકારે મે ૨૦૧૪માં સત્તા સંભાળ્યા બાદ સંપૂર્ણ કેન્દ્રીય કેબિનેટની અા અેક અલગ પ્રકારની પ્રથમ સમીક્ષા બેઠક છે. અાગામી સપ્તાહે યોજાનારી અા બેઠકમાં તમામ ૨૫ કેબિનેટ પ્રધાનો, ૧૩ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના પ્રધાનો અને ૨૫ રાજ્ય કક્ષાના પ્રધાનો ઉપસ્થિત રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઅો, દેશના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ, વર્તમાન બિઝનેસ અંગેના સેન્ટિમેન્ટ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતિત છે. મંત્રાલય પોતાની સિદ્ધિઅો અને કેબિનેટના મહત્વના નિર્ણયોમાં થયેલી પ્રગતિની યાદી તૈયાર કરવામાં વ્યસ્ત છે.

સિનિયર પ્રધાનના પ્રત્યેક નિર્ણયનું એક પાવર પોઈન્ટ પેઝન્ટેશન રજૂ કરવામાં અાવશે. કામગીરીની સમીક્ષા માટેની અા કવાયતમાં વડા પ્રધાન કાર્યાલય તરફથી સ્વતંત્ર ઇનપુટ પણ મળશે. પીએમઅોની યોજનાઅોમાં થયેલી પ્રગતિ પર ખાસ સમીક્ષા કરવામાં અાવશે. અા બેઠક કોઈ રાજકીય કવાયત નથી પરંતુ એક ગંભીર સમીક્ષા કવાયત છે એવું એક વેબસાઈટ દ્વારા જણાવાયું હતું.

admin

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

6 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

6 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

7 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

9 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

10 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

10 hours ago