PM મોદીએ જવાનો સાથે ઉજવી દિવાળી અને પાઠવી શુભકામના, જુઓ Photos

 

પીએમ નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ જવાનોની વચ્ચે દિવાળી મનાવવા માટે પહોંચ્યાં છે. આ વખતે પીએમ નરેન્દ્ર મોદી ઉત્તરાખંડનાં હરસિલ પહોંચ્યાં છે. દીવાળીની સવારે જ પીએમ મોદી ભારતીય સેના અને આઇટીબીપીનાં જવાનોની વચ્ચે પહોંચ્યાં અને રોશનીનાં પર્વની શુભકામનાઓ આપી.

પીએમ મોદીએ જવાનોને મીઠાઇ ખવડાવીને શુભકામના પાઠવી અને તેઓની સાથે ફોટા પડાવ્યાં. આ પહેલા ગયા વર્ષે પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ-કશ્મીરનાં ગુરેજ સેક્ટરમાં જવાનોની વચ્ચે દીવાળી મનાવવા પહોંચ્યાં હતાં. જવાનો સાથે મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદી કેદારનાથ ધામ પહોંચ્યાં અને ત્યાં જઇને તેઓએ પૂજા-અર્ચના કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં કેદારનાથ મંદિરમાં દર્શન કર્યાં. પીએમ મોદીએ કેદારનાથ પહોંચીને પૂજા અર્ચન કર્યા બાદ જળાભિષેક કર્યો હતો. દહેરાદૂન જવા નીકળતાં પહેલાં વડા પ્રધાને આજે વહેલી સવારે ટ્વિટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં પીએમ મોદીએ સિયાચીનનાં જવાનો સાથે દિવાળી ઊજવી હતી. ૨૦૧૫માં દિવાળી પર તેઓ પંજાબ બોર્ડરે ગયાં હતાં. તેમની આ યાત્રા સંયોગવશ ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી જંગનાં ૫૦ વર્ષ થવા પર થઈ હતી. તેનાં પહેલાનાં વર્ષે પણ પીએમ મોદી હિમાચલ પ્રદેશ ગયા હતાં.

જ્યાં તેમને એક ચોકી પર ભારતીય તિબેટ સીમા બોર્ડર પોલીસનાં કર્મચારીઓ સાથે સમય વિતાવ્યો હતો. મોદીએ ગયા વર્ષે વડાપ્રધાન તરીકે પોતાની ચોથી દિવાળી જમ્મુ-કશ્મીરનાં ગુરેજમાં સૈનિકો સાથે મનાવી હતી.

You might also like