PM મોદીએ જવાનો સાથે ઉજવી દિવાળી, કહ્યું: તમે મારા પરિવાર જેવા છો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સતત બીજા વર્ષે સૈનિકોની સાથે દિવાળી ઉજવી અને કહ્યું કે દુનિયા તેમના પરાક્રમ અને ચરિત્રના કારણે ભારતને સન્માનની નજરે જુએ છે. તેમનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે OROPના મુદ્દે કેટલાક પૂવ સૈનિક પ્રદર્શન કરી રહ્યાં છે. પીએમે ઓઆરઓપીના મુદ્દે કહ્યું હતું કે તેમણે ભેટ આપી દીધી છે.

વડાપ્રધાન બુધવારે અમૃતસરમાં ખાસા સ્થિત ડોગરાઇ યુદ્ધ સ્મારક ગયા અને પુષ્પાંજલિ અર્પિત કરી. આ સ્થળ સૌથી કઠિન યુદ્ધ માટે પ્રચલિત છે જ્યાં ભારતીય સૈનિકોએ 22 સપ્ટેમ્બર 1965ના રોજ જીત પ્રાપ્ત કરી હતી. તેમણે પંજાબમાં અમૃતસર-ખેમ કરન રોડ પર વલતોહાની નજીલ અસલ ઉત્તર સ્મારક અને પરવીર ચક્ર વિજેતા કંપની ક્વાર્ટરમાસ્ટર હવલદાર અબ્દુલ હમીદની સમાધિ પર પણ પુષ્પચક્ર અર્પિત કર્યું.

નરેન્દ્ર મોદીએ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે 1965માં અસલ ઉત્તર લડાઇ દરમિયાન હમીદે એકલા હાથે દુશ્મની ત્રણ ટેન્ક નષ્ટ કરી દીધી હતી અને તેમણે આક્રમણ રોકવામાં મદદ કરી જો કે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તેમની વીરત માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. અસલ ઉત્તર મેમોરિયલ ઉત્તર લડાઇનું પ્રતીક છે જે 1965માં ભારતીય જમીન પર લડવામાં આવી હતી. ટેન્કોની સૌથી મોટી લડાઇમાંની એક હતી.

સૈનિકોને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે ‘હું અહીં તમારી સાથે દીવાળી ઉજવવા માટે આવ્યો છું. આ અવસર પ્રાપ્ત કરીને હું ખૂબ જ ખુશ છું. સૈનિકોની પ્રશંસા કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે તમારા પરાક્રમ, સમર્પણ અને સપનાઓના લીધે આખી દુનિયા ભારતને સન્માનની નજરે જુએ છે. આ ફક્ત વર્દીના કારણે જ નહી પરંતુ સશસ્ત્ર દળોના ચરિત્રના કારણે છે. આ દરમિયાન વડાપ્રધાને દેશના સેનાનીઓને કહ્યું હતું તે તેમના ઘરના સભ્ય જેવા છે.

You might also like