Categories: India

મોદી બાદ હવે કેજરીવાલની પણ મીણની પ્રતિમા બનશે

નવી દિલ્હી: મેડમ તુસાદ વેકસ મ્યુઝિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું પણ મીણનું પૂતળું મૂકવામાં આવશે. કેજરીવાલના કાર્યાલયે કન્ફર્મ કર્યું છે કે મુખ્યપ્રધાને સાઇઝ મેજરમેન્ટ માટે મંજૂરી આપી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલ આગામી મહિને તુસાદ મ્યુઝિયમના નિષ્ણાતોની ટીમ માટે પોતાનું મેજરમેન્ટ કરાવશે. તુસાદ મ્યુઝિયમમાં સ્થાન મેળવનાર કેજરીવાલ પ્રથમ ભારતીય મુખ્યપ્રધાન હશે. મ્યુઝિયમના ઇન્ડિયા પાર્ટનર વિઝક્રાફટ એન્ટરટેઇનમેન્ટ ઇન્ટરનેશનલે અરવિંદ કેજરીવાલને ૧૧ જાન્યુઆરીના રોજ વિનંતીપત્ર મોકલ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે તેમની મંજૂરી આપી દીધી છે. આગામી મહિને તુસાદ મ્યુઝિયમની એકસ્પર્ટ ટીમ તેમનું મેજરમેન્ટ લેવા આવશે. પત્રમાં તુસાદ મ્યુઝિયમે જણાવ્યું છે કે અમે આમ આદમી પાર્ટીના વડાનું લાઇફ સાઇઝ વેકસ સ્ટેચ્યૂ બનાવવા માગીએ છીએ. મ્યુઝિયમ કેજરીવાલના રાજકારણમાં અગ્રીમ કાર્યને સ્ટેચ્યૂ બનાવીને બિરદાવવા માગે છે.

divyesh

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

3 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

3 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

3 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

4 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

4 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

5 hours ago