PM મોદી ભાજપનાં કાર્યકર્તાઓ સાથે વીડિયો કોલ પર કરશે ચર્ચા

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે છેક સ્થાનિક કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાનું આયોજન કરી રહ્યાં છે. જે મુજબ પીએમ મોદી ભાજપનાં કાર્યકર્તાઓને સીધો જ વીડિયો કોલ કરીને તેમની સાથે ચર્ચા કરશે. એવું પ્રથમ વાર થશે જ્યારે કોઈ પીએમ લેવલની વ્યક્તિ છેક છેવાડાનાં કાર્યકર સાથે સીધો સંવાદ કરતાં હોય.

આ આયોજન મુજબ પ્રધાનમંત્રી મોદી એક દિવસમાં 5 સંસદીય ક્ષેત્રનાં કાર્યકર્તાઓ સાથે વીડિયો કોલનાં માધ્યમથી સીધો જ સંવાદ કરશે. પીએમ મોદી દિલ્હી અને ઉત્તર-પૂર્વનાં કાર્યકર્તાઓ સાથે વીડિયો કોલ દ્વારા સીધો જ સંવાદ કરી ફીડબેક પણ મેળવશે.

You might also like