Categories: Top Stories

PMના ‘મનની વાત’: સ્ત્રી સશક્તિકરણ એ જ ન્યૂ ઈન્ડિયા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 41મી વાર ‘મનની વાત’ કરી હતી. વડાપ્રધાને આ વખતે સ્વચ્છતા પર ભાર આપવાની સાથે અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. તેમણે પોતાના કાર્યક્રમની શરૂઆતમાં મહાન વૈજ્ઞાનિકોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લોકોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભેચ્છા પણ આપી હતી.

વડાપ્રધાને મનકી વાતમાં 8 માર્ચ મહિલા દિવસની ઉજવણી કરી હતી અને કહ્યું હતું કે, નારીનો સમગ્ર વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ જ ન્યૂ ઈન્ડિયા છે. તેમણે કહ્યું કે, ‘આર્થિક, સામાજિક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી આપણા સૌની જવાબદારી છે. સ્વચ્છતા પર લોકો તરફથી લેવામાં આવતા પગલાં પ્રશંસનીય છે.’

તેમણે મનની વાતમાં ઝારખંડની એ 15 મહિલાઓનો ઉલ્લેખ કર્યો, જેમણે સતત 1 મહિના સુધી સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. ગોબરધન યોજના માટે વડાપ્રધાને કહ્યું કે, ‘મવેશીઓએ છાણનો ખાદ્ય બનાવવામાં ઉપયોગ કરવો જોઈએ. છાણને કચરો ન સમજતાં તેને આવકનો સ્ત્રોત બનાવો.’

સેફ્ટી માટે તેમણે કહ્યું કે, ‘લોકોને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે, કારણ કે આપણી સુરક્ષા જ સમાજની સુરક્ષા છે. કુદરતી આફતોથી દુર્ઘટનાઓ થાય છે, પણ પોતાનું જીવન જોખમમાં મૂકવા માટે લોકો પોતે જ જવાબદાર હોય છે.’

Navin Sharma

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

15 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

15 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

15 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

15 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

16 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

16 hours ago