VIDEO: મેં ગુજરાતને મીની જાપાન બનાવવાનું સ્વપ્ન જોયું હતું: પીએમ મોદી

ભારત-જાપાન બિઝનેસ સમિટમાં જાપાનનાં પીએમ શિંઝો આબેને તાળીઓથી વધાવવા પીએમ મોદીએ કહ્યું. જાપાન વાઇબ્રન્ટ ગુજરાતમાં પ્રથમ વાર ભાગીદાર દેશ બન્યો છે. હું અને શિંઝો આબે મુલાકાતની એક પણ તક ચૂકતા નથી. જાપાન અને જાપાનની પ્રજાએ હંમશા મને પ્રેમ આપ્યો છે. જાપાનનાં નાગરિકોને મારા પ્રત્યે ઘણો લગાવ રહ્યો છે. તેમજ ભારતનાં લોકોને પણ જાપાન પ્રત્યે લગાવ રહ્યો છે. મેં ગુજરાતને એક મીની જાપાન બનાવવાનું સ્વપ્ન જોયું હતું. મુંબઇ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ માટે જાપાનનો પીએમ મોદીએ આભાર માન્યો.

કન્વેશન સેન્ટરમાં વારાણસી, ક્યોટોનું કલ્ચરલ જોડાણ છે. વારાણસી એ મારૂ બીજું ઘર છે. બુલેટ ટ્રેનનાં પ્રોજક્ટથી સ્ટાર્ટ અપ ઇન્ડિયાને જોરદાર સફળતા મળી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનો હિસ્સો પણ વધ્યો. બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટથી મારૂ સ્વપ્ન સાકાર થવાની હવે શરૂઆત થઇ ગઇ. 2022-23માં ભારતમાં બુલેટ ટ્રેન દોડતી પણ થઇ જશે. સુઝુકી પ્લાન્ટમાંથી વિશ્વમાં કાર એક્સપોર્ટ થઇ રહી છે. હું બુલેટ ટ્રેનનાં આ સમગ્ર પ્રોજેક્ટને રૂદ્રાક્ષની રીતે જોવું છું. વિશ્વમાં FDI મેળવનાર ભારત ત્રીજા નંબરનો દેશ બન્યો.

જાપાનને ભારતથી ટેકનોલોજી વેચવાની તક મળશે. ભારત અને જાપાન એશિયાનાં મહત્વનાં દેશો છે. 21મી સદી એશિયાન સદી છે. એશિયાનાં વિકાસમાં જાપાન અને ભારતનો મહત્વનો ફાળો. ઇન્ડસ્ટ્રીય ટાઉનશિપ માટે 4 લોકેશન પણ પસંદ કરાયાં. જેમાં ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુની પસંદગી કરવામાં આવી છે.

You might also like