PM મોદીએ પ્રણવ મુખરજીને લખ્યો લાગણીશીલ પત્ર

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગુરૂવારે એક પત્રને ટ્વિટ કર્યો છે. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખરજીને અંતિમ દિવસે લખ્યો હતો. આ પત્રમાં પીએમ મોદીએ લખ્યું છે કે તેઓ જ્યારે દિલ્હી આવ્યા ત્યારે નવા હતા, ત્યારે તમે રાષ્ટ્રપતિ તરીકે મને ગાઇડ કર્યો હતો. પ્રણવ મુખરજીએ કરેલા આ ટ્વિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે તમારી સાથે કામ કરવાની હંમેશા મજા આવી છે.

પૂર્વ રાષ્ટ્રપતિએ ટ્વિટ પર કરેલા પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે તમે હવે એક નવી ઇનિંગ્સનો પ્રારંભ કરવા જઇ રહ્યાં છો, તમે રાષ્ટ્રપતિ તરીકે દેશની ઘણી સેવા કરી છે. પીએમએ લખ્યું છે કે ત્રણ વર્ષ પહેલા જ્યારે હુ દિલ્હી આવ્યો ત્યારે મારા માટે બધુ નવુ હતુ. મારા માટે અહીં કામ કરવું એક પડકારરૂપ હતું. પરંતુ તમે એક પિતાની જેમ મને માર્ગદર્શન અને મદદ કરી. પીએમ લખ્યું કે તમારી પાસે એક બહોળો અનુભવ હતો જેનો મને તેમજ મારી સરકારને ફાયદો થયો. તમે સમયાંતરે મારી તબિયત અંગે ફોન પર પુછપરછ કરી લેતા હતા. પીએમએ લખ્યું કે આપણે બંને અલગ-અલગ વૈચારિક ધરાવતી પાર્ટીમાંથી આવ્યા હતા. પીએમએ લખ્યું કે સંસદમાં તમારા ફેરવેલ કાર્યક્રમ દરમિયાન તમે જે મારા માટે કહ્યું તેનો હું આભારી છું.

You might also like