ASEANમાં ભાગ લેવા પહોંચ્યા ફિલિપાઈન્સ પહોંચ્યા મોદી, ટ્રમ્પ સાથે પણ થશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ફિલિપાઈન્સ પહોંચી ગયા છે. જ્યાં તેઓ ત્રણ દિવસની યાત્રા પર છે. ફિલિપાઈન્સની આ તેમની પહેલી દ્વિપક્ષીય યાત્રા છે. મોદી ફિલિપાઈન્સમાં ભારતીય સમુદાયને પણ મળશે.

પીએમ મોદીની મનીલાની યાત્રાથી ફિલિપાઈન્સ સાથેના ભારતના સંબંધો વધુ મજબૂત બને તેવા તેમના પ્રયત્નો રહેશે અને આસિયાન દેશો સાથે રાજકીય સુરક્ષા, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ભારત સાથેના સંબંધો મજબૂત બનશે.

ઉલ્લેખનીય છે કે ભારતના કુલ વ્યાપારમાં આસિયાન દેશોની 10.85 ટકા ભાગીદારી છે. ભારત અને 10 સભ્ય આસિયાન દેશો વચ્ચે 2015-16માં 65.04 અરબ ડૉલરનો વ્યાપાર થયો હતો, જે ભારતના કુલ બજાર પ્રમાણે 10.12 ટકાની ભાગીદારી છે. આસિયાન દેશોમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, બરુની, કંબોડિયા, લાઓસ, મ્યાનમાર અને વિયેટનામ છે.

આ સમિટમાં વડાપ્રધાન મોદીની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે. મોદી અને ટ્રમ્પ વચ્ચે ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં મુલાકાત થશે. બંને વચ્ચે અડધો કલાક સુધી ચર્ચા થાય તેવી શક્યતા છે. છેલ્લા 5 મહિનામાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની આ બીજી મુલાકાત હશે. તેની પહેલા અમેરિકા પહોંચેલા વડાપ્રધાન મોદી ટ્રમ્પ સાથે 4 કલાકા વાર્તાલાપ કર્યો હતો.

You might also like