Categories: India

અમિત શાહના ભાષણમાં ટ્રાન્સલેટરથી થઇ મોટી ભૂલ, કહ્યું PM નથી કરતાં ગરીબોને મદદ

કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકાર દ્વારા ચૂંટણી પહેલા ખેલાયેલું લિંગાયત કાર્ડ ભલે ભાજપ માટે પરેશાનીનું કારણ બની ગયું હોય, પરંતુ તેની કરતાં પણ મોટી મુસીબત ભાજપ માટે હિન્દીમાંથી કન્નડમાં ટ્રાન્સેલટ કરનાર નેતા બની ગયા છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કરેલી દવાનાગિરી રેલીને સંબોધનનો મામલો છે. અહીં અમિત શાહે સિદ્ધારમૈયા સરકાર પર હલ્લાબોલ કરતા કહ્યું કે ‘સિદ્વારમૈયા સરકાર કર્ણાટકનો વિકાસ કરી શકશે નહીં, તમે પીએમ મોદી પર વિશ્વાસ કરીને યેદુરપ્પાને મત આપો. અમે કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવીને દેખાડશું.

પરંતુ અમિત શાહના આ નિવેદનને લઇને મૂંઝવણ ત્યારે ઉભી થઇ જ્યારે ધારવાડના ભાજપના સાંસદ પ્રહલાદ જોશીએ કન્નડમાં ખોટી રીતે આ વાક્યનું ટ્રાન્સલેટ કર્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ, દલિત અને પિછડી જાતિ માટે કશું કર્યું નથી. તેઓ દેશને બરબાદ કરી દેશે. તમે તેમને મત આપો.

આવું પહેલી વખત નથી થયું જ્યારે ઉત્તર ભારતીય ભાજપના નેતાઓને દક્ષિણ ભારતમાં પ્રચાર કરવામાં તકલીફ પડી હોય. આ અગાઉ પહેલી ફેબ્રુઆરીએ જ્યારે વડાપ્રધાન નરન્દ્ર મોદી બેંગલુરૂમાં રેલીને સંબોધન કરવા ગયા હતા ત્યારે ઘણા લોકોને તેમણે કરેલા હિન્દીના સંબોધનમાં કાંઇ ખબર પડી નહોતી.

આ અગાઉ અમિત શાહે ચિત્રદૂર્ગમાં પોતાના અડધા ભાષણ બાદ ભાષાંતરકારની મદદ લીધી. અમિત શાહે અડધું ભાષણ હિન્દીમાં આપ્યું. જ્યારે અમિત શાહે હિન્દીમાં કન્નડ લોકોને પૂછ્યું કે શું તમે યેદુરપ્પાને મુખ્યમંત્રી બનાવા ઇચ્છો છો? તો આ વાત લોકોને સમજ પડી નહી અને તેમણે ના પાડી દીધી.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

8 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

8 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

10 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

10 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

10 hours ago