PM મોદી 2019માં દેશને રોહતાંગ સુરંગ કરશે સમર્પિત, તાકાતમાં થશે વધારો

ન્યૂ દિલ્હીઃ મનાલીથી લેહ લદાખ અને લાહૌલ-સ્પીતિ સાથે જોડાનારી સુરંગ બનીને તૈયાર થઇ ચૂકી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા વર્ષે આ સુરંગને દેશને સમર્પિત કરશે. આ સુરંગનાં શરૂ થવા પર સૌથી વધારે ફાયદો ભારતીય સેનાને થશે કેમ કે તેનાંથી ચીન અને પાકિસ્તાનને સીમા સુધી પહોંચવામાં આસાની થશે. બંને દેશોની સીમાઓ પર તૈનાત ભારતીય સુરક્ષાબળો સુધી ભંડાર પહોંચાડવો પણ સરળ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે જૂન 2010માં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનાલીનાં સોલંગનાલામાં આ સુરંગનું શિલાન્યાસ કર્યું હતું. તત્કાલીન કેન્દ્ર સરકારે આને 2015માં તૈયાર કરી લેવાનો દાવો પણ કર્યો હતો પરંતુ આવું ના થઇ શક્યું.


રોહતાંગ સુરંગની ખાસિયતોઃ

  • લાહૌલ ઘાટીને 12 મહીના સુધી ખુલ્લી રાખવાનાં ઉદ્દેશ્યથી જ મનાલી-રોહતાંગ સુરંગ બનાવવામાં આવી રહી છે.
  • દિલ્હીથી લઇને લેહ-લદ્દાખ અને લાહૌલ સ્પીતિની વચ્ચે સફર કરવી હવે આસાન થઇ જશે.
  • હિમાલય પીરપંજાલ પહાડોમાં 8 કિ.મી લાંબી અને જમીનથી લગભગ 3 કિ.મી સુધી એટલે કે લગભગ 10 હજાર ફૂટ ઉંચાઇ પર બનવવાવાળી આ પ્રથમ સુરંગ છે.
  • આનાંથી મનાલીથી લાહૌલ સ્પીતિ અને લેહ લદ્દાખ પહોંચવા સુધીની સફર 5થી 6 કલાક સુધી ઘટી જશે.
  • દર વર્ષે ભારે હિમવર્ષાને લઇને નવેમ્બરથી એપ્રિલ સુધી રોહતાંગ પાસેનો રસ્તો બંધ થઇ જશે પરંતુ હવે સુરંગ બન્યા બાદ આ રસ્તાને પાર કરવો નહીં પડે.
  • આનાં નિર્માણનો કુલ ખર્ચ પ્રસ્તાવિત બજેટ 1500 કરોડ રૂપિયાથી વધારીને 4000 કરોડ રૂપિયાથી પણ વધારે થઇ ગઇ છે.
You might also like