PM મોદી કરી શકે છે દેશને સંબોધિત, થઇ શકે છે કેટલીક મોટી જાહેરાતો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા વર્ષ પહેલા 31 ડિસેમ્બરે એક વખત ફરીથી રાષ્ટ્રને સંબોધિત કરી શકે છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, પ્રધાનમંત્રી 31 ડિસેમ્બરે સાંજે 7.30 વાગ્યે પોતાના આ સંબોધનમાં કાલાનાણાં વિરુદ્ધ લડાઇ અને નોટબંધીથી જોડાયેલી કેટલીક નવી જાહેરાતો કરી શકે છે.

ગત વખતે 8 નવેમ્બરે રાષ્ટ્રના નામ સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કાળાનાણાં પર પ્રહાર માટે 500 અને 1000 રૂપિયાની જૂની નોટોનું ચલણ બંધ કરવાની જાહેરાત કરી હતી. લોકોને પોતાની જૂની નોટો બેંકોમાં જમા કરાવવા માટે સરકારે 31 ડિસેમ્બર સુદીનો સમય આપ્યો હતો, જે હવે પૂરો થવા જઇ રહ્યો છે. એવામાં આશા છે કે પ્રધાનમંત્રી નોટબંધીના સંબંધમાં કંઇક મોટી જાહેરાત કરી શકે છે.

બીજી બાજુ નોટબંધીની જાહેરાત બાદ પ્રધાનમંત્રી ઘણા વખત કહી ચૂક્યા છે કે કાળાનાણાં બાદ હવે બેનામી સંપત્તિ પર પ્રહાર કરવામાં આવશે. રેડિયો પર પ્રસારિત પોતના મનની વાતના કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રીએ આ મુદા સ્પ્ષ્ટ ઇશારો કર્યો હતો. આ કારણથી 31 ડિસેમ્બરના આ સંબોધનમાં બેનામી સંપત્તિ વિરુદ્ધ કેટલાક મોટા નિર્ણયોની આશા છે.

આ છે કેટલીક સંભવિત જાહેરાતો:

1. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમઓએ એગ્રિકલ્ચર અને પેટ્રોલિયમ મિનિસ્ટ્રીથી ખેડૂતોના દેવાની તાજી પરિસ્થિતિ અને ઉજ્જવલા યોજનાનો રિપોર્ટ માંગ્યો હતો. એનાથી સંકેત મળ્યા કે આ બંને સેક્ટરમાં રાહતની મોટી જાહેરાત થઇ શકે છે.

2. ખેડૂતોની કર્જ માફીની વાત કેટલાક રાજ્યોમાંથી પહેલાથી જ આવી રહી છે., પરંતુ આ જાહેરાત પહેલા નાણાંમંત્રાલય સાથે સંપર્ક કરવામાં આવશે.

3. ઉજ્જવલા યોજના માટે કેન્દ્ર સરકારની ઇચ્છા છે કે એલપીજી કનેક્શન સાથે આગળના બે વર્ષ સુધી ફ્રી ગેસ આપવાની જાહેરાત કરવામાં આવશે.

4. નોટબંધીની રિટર્ન ગિફ્ટ રૂપે એક કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી શકે છે.

5. સસ્તાં ઘર બનાવવા માટે મફત રકમની સાથે વ્યાજ રહિત લોનની સંભાવના પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

You might also like