પીએમ નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે કરાયું ભવ્ય સ્વાગત, જુઓ VIDEOમાં

0 2

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબે આજથી બે દિવસ અમદાવાદનાં મહેમાન બનવાના છે. આજથી જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસ પર છે. તારીખ 13 અને 14 સપ્ટેમ્બરે આખા દેશ અને દુનિયાની નજર ગુજરાત પર રહેશે. પીએમ મોદી અને શિંઝો આબેની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. શિંઝો આબે એરપોર્ટથી પીએમ મોદી સાથે 8 કિલોમીટરનો રોડ શૉ કરશે.

પીએમ નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે અનેક નેતાઓ દ્વારા ખાસ ભવ્ય સ્વાગત કરાયું. પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવાં બીજેપીનાં નેતાઓ એરપોર્ટ પર પહોંચ્યાં. મુખ્ય સચિવ જે.એન.સિંહ અને સાથે સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ડે.સીએમ નીતિન પટેલ, મેયર ગૌતમ શાહ અને DGP ગીથા જોહરી, પ્રદિપસિંહ જાડેજા સહિત અનેક નેતાઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં. ને તમામ નેતાઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. સાથે અમદાવાદ એરપોર્ટ પર ૩.૩૦ વાગ્યે જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેનું એરપોર્ટ પર વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અનેક નેતાઓ સ્વાગત કરશે. એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી પીએમ મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેનાં રોડ શોને લઈ બપોરે ૧-૦૦ વાગ્યાથી એરપોર્ટથી ગાંધીઆશ્રમ તરફ જવાનાં રસ્તા બંધ રાખવામાં આવશે. દિલ્લી ચકલાથી લાલદરવાજા અને નહેરુ‌બ્રિજથી અગાશી હોટલનો રસ્તો મોડી રાત સુધી બંધ રહેશે. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ તેઓ સીધાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જશે, જ્યાં તેઓ સંવાદ કાર્યક્રમ કરશે. ત્યાંથી લાલદરવાજા સીદી સૈયદની જાળી ખાતે જશે.

એસઆરપી, ક્યુઆરટી, ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, ટ્રાફિક પોલીસ અને ચેતક કમાન્ડોનો કાફલો અને સમગ્ર શહેરની પોલીસને આજ સવારથી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. શહેર પોલીસ, એસપીજી અને જાપાનની સુરક્ષા એજન્સીઓ દ્વારા આજે સવારે પણ તેઓની મુલાકાતનાં સ્થળ અને હયાત હોટલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ તૈયારીઓને બપોર સુધીમાં આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

loading...

Leave A Reply

Your email address will not be published.