GES 2017 ના સફળ આયોજનથી સંતુષ્ટ મોદી-ટ્રમ્પ, ફોન પર કરી વાત

ગ્લોબલ ઇન્ટરપ્રેન્યોરશિપ સમિટ (GES 2017) ના સમાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ. બંને દેશોના પ્રમુખે કાર્યક્રમના સફળ આયોજન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા હૈદરાબાદ ખાતે યોજાયેલ ગ્લોબલ ઇન્ટરપ્રેન્યોરશિપ સમિટનું ભારત અને અમેરિકાએ સંયુક્ત રીતે આયોજન કર્યું હતુ.

જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને સીનિયર એડવાઇઝર ઇવાન્કા ટ્રમ્પ આ કાર્યક્રમમાં વિશેષ રીતે હૈદરાબાદ ખાતે ઉપસ્થિત રહી હતી. આ સમિટમાં દેશ-વિદેશના ઇન્ટરપ્રેન્યોર્સએ ભાગ લીધો હતો. બંને દેશોના પ્રમુખ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતને લઇને વ્હાઇટ હાઉસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

અમેરિકા દ્વારા આ સમિટને એવો મંચ માનવામાં આવ્યો છે કે જેના કારણે 38 દેશોના ઉદ્યોગકારો અને નિવેશકારો એક જગ્યાએ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે આ સમિટનો મુખ્ય એજન્ડા મહિલાઓ પર કેન્દ્રિત હતો. આ કાર્યક્રમનો મુખ્ય વિષય હતો કે કેવી રીતે મહિલાઓને આ ઇન્ટરપ્રેન્યોરશિપ તરફ આકર્ષિત કરી શકાય.

You might also like