Video: PM મોદીએ માં આશાપુરાની આરતી ઉતારી, કેટલાય લોકો સાથે મિલાવ્યા હાથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. નરેદ્ર મોદીએ ગુજરાત પ્રવાસની શરૂઆત કચ્છના પ્રખ્યાત મંદિર માતાના મઢથી કરી હતી. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ માતાના મઢની મુલાકાત પહેલી વાર લીધી છે.

વડાપ્રધાને માતા આશાપુરાની પૂજા કરી આરતી ઉતારી હતી. મંદિર પરિસરમાં હાજર કેટલાય સામાન્ય લોકો સાથે વડાપ્રધાને હાથ મિલાવ્યો હતો. તેમણે મંદિરનું પરિક્ષણ પણ કર્યું હતું અને મંદિરના ટ્રસ્ટી સાથે ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદી આજે એક જ દિવસમાં ચાર જગ્યાએ સભાને સંબોધશે. મોદી પહેલા ભૂજ પછી રાજકોટ, અમરેલી અને સુરતમાં જાહેરસભાઓ સંબોધશે. સુરતની જનસભા બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.

29 નવેમ્બરે ફરીથી તેઓ ગુજરાતના પ્રવાસે આવશે. 29 નવેમ્બરે સવારે 9 વાગ્યે વડાપ્રધાન મોરબીથી સભાની શરૂઆત કરશે. પછી 11 વાગ્યે પ્રાચી પહોંચશે અને બપોરે 1.30 વાગ્યે પાલિતાણા જનસભાને સંબોધશે અને 3.30 વાગ્યે તેઓ નવસારી સભાને સંબોધશે.

You might also like