PM નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રાએ, પૂજા-અર્ચના બાદ વિકાસ પરીયોજનાઓની સમીક્ષા

નવી દિલ્હી: પીએમ મોદી ઉત્તરાખંડમાં આવેલ ભારત-ચીન સરહદ નજીક આવેલ હર્ષિલ પહોંચ્યા હતા. 11 હજાર ફૂટની ઉંચાઇ પર આવેલ આર્મી કેમ્પમાં સેના પ્રમુખ સાથે આઇટીબીપીના ડીજી સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. મહાર રેજિમેન્ટના જવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના અવસર પર તેમને પહેલા મીઠાઇ ખવડાવી તેમજ તેમના સાથે ફોટો પડાવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં દર્શન કર્યાં. પીએમ મોદીએ કેદારનાથ પહોંચીને પૂજા અર્ચન કર્યા બાદ જળાભિષેક કર્યાે હતો. દહેરાદૂન જવા નીકળતાં પહેલાં વડા પ્રધાને અાજે વહેલી સવારે ટ્વિટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપી હતી.

પીએમએ ટ્વિટમાં લખ્યું કે દિવાળી લોકોની જિંદગીમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છાઓ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં પુનઃનિર્માણ કાર્યોની સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદી કેદારનાથ મંદિરમાં પૂજા કર્યાં બાદ પુનર્નિમાણ તેમજ વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરી.

અહીં ૨૦૧૩માં વિનાશકારી પૂર આવ્યું હતું. વડા પ્રધાન છેલ્લે ઓક્ટોબર ૨૦૧૭માં કેદારનાથ ગયા હતા. તેમની યાત્રા મંદિરના કપાટ ઠંડીમાં બંધ થવાના થોડા સમય પહેલા થઈ હતી.

વડા પ્રધાન ત્રીજી વખત કેદારનાથ યાત્રા પર પહોંચશે. પીએમ મોદીની મુલાકાતને લઇને તૈયારીઓ પણ પૂરી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪માં વડા પ્રધાન મોદીએ સિયાચીનના જવાનો સાથે દિવાળી ઊજવી હતી.

૨૦૧૫માં દિવાળી પર તેઓ પંજાબ બોર્ડરે ગયા હતા. તેમની આ યાત્રા સંયોગવશ ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી જંગના ૫૦ વર્ષ થવા પર થઈ હતી.

તેના પહેલાના વર્ષે વડા પ્રધાન હિમાચલ પ્રદેશ ગયા હતા. જ્યાં તેમને એક ચોકી પર ભારતીય તિબેટ સીમા બોર્ડર પોલીસના કર્મચારીઓ સાથે સમય વિતાવ્યો હતો. મોદીએ ગયા વર્ષે વડા પ્રધાન તરીકે પોતાની ચોથી દિવાળી જમ્મુ-કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે મનાવી હતી.

You might also like