PM મોદી સંઘ પ્રદેશ દમણના પ્રવાસે, 31 વર્ષ બાદ દેશના PM લેશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રદેશ દમણની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે 31 વર્ષ બાદ દેશના વડાપ્રધાન દમણની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીનુ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વાગત કરવામાં આવશે.

દમણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હેલીકોપ્ટર સેવાનો પણ પ્રારંભ થશે. દીવ-અમદાવાદ અને દીવ-દમણ વચ્ચે હવાઈ સેવા શરૂ થશે. આ ઉપરાંત દમણ ગંગા રિવર પરના નવનિર્મિત બ્રિજનુ પણ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે.

દમણમાં પીએમ મોદી 31 જેટલા વિકાસના કામોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વડાપ્રધાન મોદી આજે દમણમાં 1 હજાર કરોડના વિવિધ વિકાસ કાર્યોનુ ખાતમુહુર્ત કરશે.

You might also like