PM મોદી પૂર અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઇ નીરિક્ષણ

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 72 કલાકથી પડી રહેલા અનરાધાર વરસાદથી બનાસકાંઠા અને સાબરકાંઠા પૂરની સ્થિતિ ઉભી થઇ છે. રાજ્યમાં પડી રહેલા મુશળધાર વરસાદના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે તારાજી જોવા મળી છે. રાજ્યમાં જ્યારે ચોતરફ વરસાદ તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે પુરની પરિસ્થિતિનો તાગ મેળવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજ પુરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પુરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. પીએમ મોદી પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ બચાવ રાહત તથા પૂર રાહત કામગીરીની સમીક્ષા હાથ ધરશે.
http://sambhaavnews.com/

You might also like